PM મોદીએ ધોનીને લખ્યો પત્ર, માહીએ આપ્યો આ જવાબ

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. ત્યારબાદ દુનિયાભરના લોકોએ ધોનીને લઇને પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા.

PM મોદીએ ધોનીને લખ્યો પત્ર, માહીએ આપ્યો આ જવાબ

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. ત્યારબાદ દુનિયાભરના લોકોએ ધોનીને લઇને પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. હવે ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ પણ માહીને પોતાનો મેસેજ આપ્યો છે. પીએમ મોદીએ ધોનીને એક પત્ર લખ્યો છે જેને માહીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

ધોનીએ ટ્વિટર પર લખ્યું 'એક કલાકાર, સૈનિક અને ખેલાડીને પ્રશંસાની કામના હોય છે. તે ઇચ્છે છે કે તેમની મહેનત અને કુરબાનીઓને બધા ઓળખે. આભાર પીએમ નરેન્દ્ર મોદી, તમારા તરફથી મળેલી પ્રશંસા અને શુભકામનાઓ માટે. 

આ પત્રમાં મોદીએ લખ્યું કે તમારામાં નવા ભારતની આત્મા છલકાય છે, જ્યાં યુવાનોની કિસ્મત તેમના પરિવારનું નામ નક્કી કરે છે, પરંતુ તે સ્વંય પોતાનું મુકામ અને નામ પ્રાપ્ત કરે છે. 15 ઓગસ્ટ 2020ના રોજ તમે સાદગીભર્યા અંદાજમાં એક નાનો વીડિયો શેર કર્યો જે આખા દેહમાં એક લાંબી અને મોટી ચર્ચા માટે પુરતો હતો. 130 કરોડ ભારતીય નાગરિકો નિરાશ છે પરંતુ સાથે જ તમે ગત દોઢ દાયકામાં ભારતમાં કર્યું તેના માટે તમારો આભાર પણ છે. 

— Mahendra Singh Dhoni (@msdhoni) August 20, 2020

પીએમ મોદીએ પણ કહ્યું કે 'તમારા કેરિયરને આંકવાની એક રીત આંકડાને ચશ્મા વડે જોવા પણ છે. તમે ભારતીય ક્રિકેટરના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ કરવામાં આવે છે. ભારતને મુશ્કેલ પરિસ્થિતિમાં તમારા પર નિર્ભરતા અને મેચને પુરી કરવાની તમારી સ્ટાઇલ, ખાસકરીને 2011 વર્લ્ડ કપ ફાઇનલ, ઘણી પેઢીઓ સુધી લોકોને યાદ રહેશે.'

પીએમ મોદીએ આગળ લખ્યું 'ધોનું નામ ફક્ત તેમના કેરિયરના આંકડા માટે યાદ કરવામાં નહી આવે ના તો કોઇ એક મેચ જીતાડવામાં તેમની ભૂમિકા માટે લેવામાં આવે. તમને ફક્ત એક પ્લેયર તરીકે જોવા નાઇંસાફી હશે. તમને જોવાની સાચી રીતે એક ફિનોમિના છે. એક નાના શહેરમાંથી આવીને તમે નેશનલ લેવલ પર છવાઇ ગયા, તમે તમારા માટે નામ બનાવ્યું, અને સૌથી મહત્વપૂર્ણ એ છે કે દેશનું ગૌરવ વધાર્યું.

પીએમ નરેન્દ્ર મોદીએ પણ કહ્યું, 'તમારો ગોર્થ અને ત્યારબાદ જીવનના તે કરોડ યુવાનોને પ્રેરણા આપી તો મોંઘી સ્કૂલ અથવા કોલેજોમાં જઇ શક્યા નહી અને ના તો તે કોઇ નામચીન પરિવારમાંથી આવે છે પરંતુ તેમની પાસે પોતાને સૌથી ઉંચા સ્તર પર સ્થાપિત કરવાની ક્ષમતા છે. આપણે ક્યાંથી આવ્યા છીએ તે વધુ મહત્વ ધરાવતું નથી જ્યાં સુધી આપણને ખબર હોય છે કે આપણે કઇ તરફ જઇ રહ્યા છી. તમે આ જ ભાવના વ્યક્ત કરી અને ઘણા યુવાનોને તેનાથી પ્રેરિત કર્યા.' 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news