મેરેજ એનિવર્સરી પર MS Dhoni એ પત્ની સાક્ષીને આપી ખાસ ગિફ્ટ, સામે આવી તસવીર

એમએસ ધોની (MS Dhoni) અને સાક્ષી ધોની (Sakshi Dhoni) ના લગ્નને 11 વર્ષ થયા છે. સમયની સાથે આ સેલિબ્રિટી કપલનો સંબંધ વધુ મજબૂત થયો છે. 
 

મેરેજ એનિવર્સરી પર MS Dhoni એ પત્ની સાક્ષીને આપી ખાસ ગિફ્ટ, સામે આવી તસવીર

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ ભારતના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોની (MS Dhoni) આજે પોતાના લગ્નની 11મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે. આ તકે તેણે પોતાની પત્ની સાક્ષીને એક શાનદાર ગિફ્ટ આપી છે. સાક્ષીને ગિફ્ટમાં શું મળ્યું છે, આ વાતની જાણકારી તેણે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી આપી છે. તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વિન્ટેજ કારનો ફોટો લગાવ્યો છે, સાથે એનિવર્સરી ગિફ્ટ માટે ધોનીનો આભાર પણ માન્યો છે. 

તેની આ પોસ્ટ પર ધોની અને સાક્ષીના ફેન્સ તેને શુભેચ્છા સંદેશ આપી રહ્યાં છે. સાક્ષીએ જે કારનો ફોટો શેર કર્યો છે, તે જોવામાં શાનદાર લાગી રહી છે. મહત્વનું છે કે ધોનીએ સાક્ષી સાથે 4 જુલાઈ 2010ના દેહરાદૂનમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્રી પણ છે, જેનું નામ ઝિવા છે. સાક્ષી હંમેશા સોશિયલ મીડિયા પર ઝિવા અને ધોનીના વીડિયો શેર કરતી રહે છે. 

 Vintage-Car

સાક્ષીના વીડિયોમાં જોવા મળ્યું હતું ધોનીની વિન્ટેજ કારોનું કલેક્શન
સાક્ષીએ એક દિવસ પહેલા વીડિયો શેર કર્યો હતો, જેમાં ધોનીની વિન્ટેજ કારોનું શાનદાર કલેક્શન જોવા મળ્યું હતું. વિશ્વભરના ક્રિકેટ ફેન્સ તે વાતને જાણે છે કે ધોનીને ગાડીઓનો ખુબ શોખ છે. રાંચીમાં જન્મેલા આ સુપરસ્ટાર ખેલાડીની પાસે પોતાના ગેરેજમાં ઘણી લક્ઝરી કારો છે, જેમાં પોર્શ 911, ફરારી 599 GTO, સાન જોંગા, જીપ ગ્રાન્ડ ચેરોકી ટ્રેકહોક, લેન્ડ રોવર ફ્રીલેન્ડર 2 અને ઓડી ક્યૂ7 સામેલ છે. 

— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) July 4, 2021

CSK એ આપી શુભેચ્છા
એમએસ ધોની અને સાક્ષી ધોનીની વેડિંગ એનિવર્સરી (Wedding Anniversary)  પર તેની આઈપીએલ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) એ પણ શુભેચ્છા આપી છે. સીએસકેએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર માહી અને સાક્ષીની તસવીર શેર કરતા લખ્યુ, અમારા કિંગ અને ક્વીનને હેપ્પી એનિવર્સરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news