IPL 2019: ચેન્નઈના પ્રેક્ટિસ સત્ર દરમિયાન ધોનીને મળવા ફેન્સ પહોંચ્યો મેદાનમા
આઈપીએલની 12મી સિઝનની શરૂઆત 23 માર્ચથી થવાની છે. પ્રથમ મેચમાં ચેન્નઈ અને બેંગલોર વચ્ચે ટક્કર થશે.
Trending Photos
ચેન્નઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિકેટોની વચ્ચે ખૂબ ઝડપથી દોડે છે. પરિવારે તેની આ ઝડપ મેદાન પર ત્યારે કામ આવી જ્યારે તેણે પોતાના એક ફેનને ચમકો આપવાનો પ્રયત્ન કર્યો જે સુરક્ષાનો ઘેરો તોડીને આ દિગ્ગજ ખેલાડીને હાથ મિલાવવા મેદાન પર પહોંચી ગયો છે. પરંતુ ધોનીએ આ ફેન્સ સાથે હાથ મિલાવ્યો પણ તે પેલા તેની સાથે મસ્તી કરી હતી.
23 માર્ચથી શરૂ થઈ રહેલા આઈપીએલના મુકાબલા પહેલા ચેન્નઈ સુપર કિંગ્સના વિકેટકીપર એમએસ ધોની પોતાની ટીમના બીજા ખેલાડીઓ સાથે મેદાનમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો, ત્યારે એક પ્રશંસક સુરક્ષાનો ઘેરો તોડીને મેદાન પર આવી ગયો અને તેણે ધોનીને ગળે મળવાનો પ્રયત્ન કર્યો હતો.
ધોનીએ હસ્તા હસ્તા થોડો સમય તે ફેનને દોડાવ્યો અને આ વચ્ચે સીએસકેના બોલિંગ કોચ લક્ષ્મપતિ બાલાજીની આજુ-બાજુ દોડતો રહ્યો હતો. ટીમની બીજા સાથી આ ઘટનાનો આનંદ લઈ રહ્યાં હતા. પ્રશંસક પણ ધોનીની પાછળ દોડતો રહ્યો અને અંતે ટીમના લોજિસ્ટિક મેનેજર સંજય નટરાજને તેને પકડી લીધો અને ત્યાં સુધી સુરક્ષાકર્મીઓ આવી ગયા અને તેને પકડીને મેદાનની બહાર લઈ ગયા હતા. પરંતુ તે ધોની સાથે હાથ મિલાવવામાં સફળ રહ્યો હતો.
Catch Me If You Fan #AnbuDen Version! #SuperPricelessThala @msdhoni and the smiling assassin @Lbalaji55! #WhistlePodu 🦁💛 pic.twitter.com/xvqaRKp9kB
— Chennai Super Kings (@ChennaiIPL) March 17, 2019
આ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની સિરીઝના બીજા વનડે દરમિયાન ઓસ્ટ્રેલિયાની ઈનિંગ શરૂ થવા પર 37 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન વિકેટની પાછળ ઉભો હતો ત્યારે પ્રશંસક સુરક્ષા ઘેરો તોડીને આવી ગયો અને ધોનીને ગળે લગાવવાનો પ્રયત્ન કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે