વિરાટ અને શાસ્ત્રીની ગેરહાજરીમાં ધોની કરાવે છે ટીમને પ્રેક્ટિસ

આ રીતે મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃતી બાદની યોજનાઓનો પણ સંકેત આપી દીધો છે. 

વિરાટ અને શાસ્ત્રીની ગેરહાજરીમાં ધોની કરાવે છે ટીમને પ્રેક્ટિસ

નવી દિલ્હીઃ યૂએઈમાં એશિયા કપ 2018નો પ્રારંભ થઈ ગયો છે. ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીની અનુપસ્થિતિમાં ટીમના સૌથી વરિષ્ઠ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ રવિવારે દુબઈમાં નેટ સત્રનો ચાર્જ સંભાળ્યો હતો. ખેલાડીઓ, પત્રકારો અને આઈસીસી અધિકારીઓની વચ્ચે આ નજારો ત્યારે જોવા મળ્યો જ્યારે ધોની રવિ શાસ્ત્રીની જગ્યાએ ઉભા રહીને ટીમના બેટ્સમેનો અને બોલરોનો ગાઇડ કરી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર ધોનીનો ખેલાડીઓનો પ્રેક્ટિસ કરાવતો વીડિયો પણ વાયરલ થયો છે. 

સોશિયલ મીડિયામાં ફેન્સ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, આ રીતે ધોનીએ નિવૃતી બાદની યોજનાનો સંકેત પણ આપી દીધો છે. સૌથી સફળ ભારતીય કેપ્ટનના નેતૃત્વ પર કોઈને શંકા રહી નથી. તેની પાસે લાંબો અનુભવ છે. તો શું ધોની ટીમ ઈન્ડિયાનો સારો કોચ સાબિત થઈ શકે?

ખેલાડીઓને નેટ પ્રેક્ટિસ કરાવવાની સાથે ધોનીએ પણ નેટ પર બેટિંગની પ્રેક્ટિસ કરી હતી. 

A post shared by Mahi_7781 (@mahi_778146) on

ટીમમાં વાપસી કરી રહેલા અંબાતી યારડૂએ કહ્યું કે, વિરાટની ગેરહાજરીમાં ટીમ સંઘર્ષ કરતી જોવા મળતી નથી. તેનું કારણ ધોનીની હાજરી છે. તેણે કહ્યું, વિરાટની ખોટ પડશે. આ ટીમ માટે એક મોટુ નુકસાન છે. પરંતુ અમારી ટીમમાં હજુ પણ સારો ખેલાડીઓ છે. ધોની લાંબા સમય સુધી ટીમનો કેપ્ટન રહ્યો છે. તે ટીમનો આત્મવિશ્વાસ વધારવા સતત આગળ આવે છે. તેણે મારી ઘણીવાર મદદ કરી છે. ત્યારે હું અહીં સુધી પહોંચ્યો છું. 

 

A post shared by M S Dhoni (@mahi7781_fans_club) on

ટીમ ઈન્ડિયાનું મીડલઓર્ડ હજુ નક્કી નથી, અને વિશ્વકપમાં હવે એક વર્ષ કરતા ઓછો સમય બાદી છે. તેવામાં રાયડૂ જેવા ખેલાડી પોતાની જગ્યા નક્કી કરી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news