MS Dhoniએ પરિવાર અને ટીમ સાથે ઉજવ્યો જન્મદિવસ, પત્ની સાક્ષીએ પોસ્ટ કરી આ તસવીરો
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીનો આજે જન્મદિવસ છે, તેણે પુત્રી જીવા, પત્ની સાક્ષી અને ભારતીય ક્રિકેટ ટીમના સબ્યો સાથે પોતાનો 38મો જન્મ દિવસ ઉજવ્યો હતો
Trending Photos
લીડ્સઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીનો આજે જન્મદિવસ છે, તેણે પુત્રી જીવા, પત્ની સાક્ષી અને ભારતીય ક્રિકેટ ટીમના સબ્યો સાથે પોતાનો 38મો જન્મ દિવસ ઉજવ્યો હતો. ધોનીના જન્મ દિવસે કેક કાપવાની ક્ષણોનો વીડિયો તેની પત્ની સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેમાં ધોની પોતાની પુત્રી જીવા સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.
પોતાની કેપ્ટનશીપ હેઠળ ભારતને વર્ષ 2007માં ટી-20 વર્લ્ડ કપ અને 2011માં વર્લ્ડ કપમાં વિજય અપાવનારા ધોનીને બીસીસીઆઈ અને આઈસીસીએ પણ અભિનંદન પાઠવ્યા છે. બીસીસીઆઈએ ટ્વીટર પર લખ્યું છે કે, ચાર વર્લ્ડ કપ અને ચાર જૂદા-જુદા લૂક. તમને કયો સૌથી વધુ ગમે છે? એક તસવીર પસંદ કરો. હેપ્પી બર્થડે ધોની.
આઈસીસીએ પોતાના ટ્વીટર પર લખ્યું છે કે, એક વ્યક્તિ અને અબજો લાગણીઓ. જીવનભરની યાદો. હેપ્પી બર્થડે એમ.એસ. ધોની. ધોની પોતાની કેપ્ટનશીપમાં ભારતની ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઈટલ પણ અપાવી ચૂક્યો છે. આ ઉપરાંત તેની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટ અને વન-ડેમાં નંબર-1નું સ્થાન હાંસલ કરી ચૂકી છે.
🔹 A name that changed the face of Indian cricket
🔹 A name inspiring millions across the globe
🔹 A name with an undeniable legacy
MS Dhoni – not just a name! #CWC19 | #TeamIndia pic.twitter.com/cDbBk5ZHkN
— ICC (@ICC) July 6, 2019
38 વર્ષનો થયો ધોની
પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રવિવારે 38 વર્ષનો થઈ ગયો. આ જન્મ દિવસે વિરાટ કોહલી એન્ડ કંપની તેને ભાટ તરીકે વર્લ્ડ કપ આપવા માગે છે. ભારતીય ક્રિકેટની ઐતિહાસિક ક્ષણોમાં 25 જુન, 1983ના રોજ લોર્ડ્સની બાલ્કનીમાં સુનીલ ગાવસ્કર દ્વારા કપિલ દેવનો હાથ ઊંચા કરવાનો પણ સમાવેશ થાય છે.
કોહલીએ કહ્યું, ધોની હંમેશાં તેનો કેપ્ટન રહેશે
ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું કે, ધોની હંમેશાં તેનો કેપ્ટન રહેશે અને આખી ભારતીય ટીમ તેનું સમર્થન કરે છે. તેની બેટિંગ અંગે કેટલાક લોકો ટીકાઓ કરી રહ્યા છે, પરંતુ અમે આ અનુભવી ખેલાડીનું સમર્થન કરી રહ્યા છીએ.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે