Mohammed Shami ની પત્નીએ પુત્રીનો એવો Video પોસ્ટ કર્યો...લોકો ભડકી ગયા, કહ્યું- 'દીકરીને બેશર્મ બનાવી દેશે'

હસીન જહાંએ હાલમાં જ તેની પુત્રીનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો જોઈને લોકો ખુબ ભડક્યા છે અને તેના પર અભદ્ર કોમેન્ટ્સ કરી રહ્યા છે.

Mohammed Shami ની પત્નીએ પુત્રીનો એવો Video પોસ્ટ કર્યો...લોકો ભડકી ગયા, કહ્યું- 'દીકરીને બેશર્મ બનાવી દેશે'

નવી દિલ્હી: ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાંના લગ્ન જીવનમાં થયેલો વિવાદ તો બધાને યાદ છે. શમીની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. લોકો તેને તેના બોલ્ડ ફોટા અને વીડિયો બદલ ખુબ ટ્રોલ પણ કરે છે. પરંતુ આ વખતે તો તેની પત્નીએ એક એવો વીડિયો શેર કરી નાખ્યો કે લોકો ભડકી ગયા અને હવે હસીન જહાંને સતત ટ્રોલ કરી રહ્યા છે. 

હસીન જહાંએ પુત્રીનો વીડિયો પોસ્ટ કર્યો
હસીન જહાંએ હાલમાં જ તેની પુત્રીનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો જોઈને લોકો ખુબ ભડક્યા છે અને તેના પર અભદ્ર કોમેન્ટ્સ કરી રહ્યા છે. હકીકતમાં આ વીડિયોમાં શમી અને હસીનની પુત્રી બાથ ટબમાં સ્નાન કરી રહી છે. જેને જોઈને લોકોએ હસીનને કહ્યું કે પોતાની જેમ આ છોકરીને પણ બેશર્મ બનાવી દેશે. આ ઉપરાંત અનેક લોકોએ મોહમ્મદ શીને પણ પોતાના કોમેન્ટમાં યાદ કર્યો છે. 

હસીન જહાંએ આ અગાઉ પણ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. વીડિયો તેની પુત્રીનો જ હતો. આ વીડિયોમાં તે ડાન્સના અનેક સ્ટેપ કરતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સનું કહેવું છે કે હસીન જહાં તેની પુત્રી સાથે શું કરી રહી છે. લોકોએ તો તેને પુત્રીને આવું  બધુ શીખવાડવા બદલ પણ ખુબ ટ્રોલ કરી. ઈન્સ્ટાગ્રામ પર લોકોએ હસીન જહાંને તેની પુત્રીને પોતાના જેવી ન બનાવવાની શિખામણ સુદ્ધા આપી દીધી. 

શમી સાથે થયો હતો વિવાદ
2018માં મોહમ્મદ શમી પર તેની પત્ની હસીન જહાના લગાવેલા મારપીટ, રેપ, હત્યાની કોશિશ અને ઘરેલુ હિંસા જેવા આરોપો હેઠળ મામલો નોંધાયો હતો. હસીન જહાંએ શમી અને તેના ભાઈ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. શમી વિરુદ્ધ આઈપીસીની કલમ 498 એ (દહેજ ઉત્પીડન) અને કલમ 354 (યૌન ઉત્પીડન) હેઠળ મામલો નોંધવામાં આવ્યો હતો. જ્યારે તેના ભાઈ હાસિદ અહેમદ પર કલમ 354 (યૌન ઉત્પીડન) હેઠળ મામલો નોંધવામાં આવ્યો હતો. 

હજુ તલાક થયા નથી
મોહમ્મદ શમી સાથે વિવાદના પગલે હસીન જહાં ઘણા સમયથી તેની પુત્રી સાથે અલગ રહે છે. આ બંને વચ્ચે વિવાદ પણ ઘણા સમયથી ચાલે છે. અત્રે જણાવવાનું કે બંને વચ્ચે હજુ તલાક થયા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news