હસીન જહાંનો નવો આરોપ, ઈદ બાદ બીજા લગ્ન કરવા જઈ રહ્યો છે મોહમ્મદ શમી
હસીન જહાંએ દાવો કર્યો કે, મોહમ્મદ શમી ઈદ બાદ બીજી મહિલા સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે શરૂ થયેલો વિવાદ પુરો થયો નથી. ઘણા દિવસની શાંતિ બાદ ફરી શમી અને તેની પત્ની વચ્ચે વાક યુદ્ધ શરૂ થયું છે. હસીન જહાંએ શમી પર મારપીટ, બળાત્કાર, હત્યાનો પ્રયત્ન, ઘરેલૂ સિંહા અને મેચ ફિક્સિંગ જેવા ઘણા આરોપ લગાવ્યા હતા. હસીન જહાંએ શમી વિરુદ્ધ કેસ પણ દાખલ કરાવ્યો છે. હસીન જહાંએ મોહમ્મદ શમી વિરુદ્ધ શારીરિક તથા માનસિક રૂપથી દબાણ કરવા અને લગ્નેત્તર સંબંધ રાખવાની ફરિયાદ નોંધાવી હતી. હસીને લગાવેલા તમામ ઓરોપોનું શમી ખંડન કરતો કર્યો છે.
મહત્વનું છે કે, હસીન જહાંએ ઘણી યુવતીના શમીની સાથે ચેટના સ્ક્રીનશોટ અને ફોનના રેકોર્ડિંગ શેર કર્યા હતા. હસીન જહાં ત્યારથી જ શમી સામે આરોપ લગાવી રહી છે. અત્યાર સુધી તે કોઇપણ આરોપના યોગ્ય પૂરાવા આપવામાં નિષ્ફળ રહી છે. હવે ફરી એકવાર હસીન જહાં નવા આરોપ સાથે સામે આવી છે.
હસીન જહાં ફરી વિસ્ફોટક નિવેદનની સાથે સામે આવી છે. આ વખતે હસીન જહાંએ આરોપ લગાવ્યો કે, શમી તેને તલાક આપવા માટે પૈસા સુધીની ઓફર આપી રહ્યો છે.
હસીન જહાંએ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર પર આરોપ લગાવતા કહ્યું કે, શમી પોતાના મોટા ભાઈની શાળીની સાથે ઈદના પાંચ દિવસ બાદ લગ્ન કરવા ઈચ્છે છે. તેથી તેણે મને પૈસા લઈને તલાક આપવાનું કહ્યું છે.
મોહમ્મદ શમીએ પણ હસીનના આરોપોનો જવાબ સખતાઇથી આપ્યો. XtraTime.inની ખબર પ્રમાણે બીજા લગ્ન પર શમીએ કહ્યું, હું મારા પ્રથમ લગ્નથી ખૂબ મુશ્કેલીમાં છું. તેવામાં તમને લાગે છે કે, હું બીજા લગ્ન કરીશ.
મોહમ્મદ શમીએ કહ્યું, હસીને ગત મહિને મારા પર ખૂબ આરોપ લગાવ્યા છે. તે સારી વાત છે કે, તેના આરોપ પ્રમાણે બું બીજા લગ્ન કરૂ છું કો હસીનને પણ તે માટે આમંત્રણ આપીશ.
તેવું લાગી રહ્યું છે કે, આ આખો વિવાદ મોહમ્મદ શમીના કેરિયરને ખતમ કરવા માટે થઈ રહ્યો છે. બીસીસીઆઈએ એક સમયે તેની સાથેના કરારને રદ્દ કરી દીધો હતો. પરંતુ બીસીસીઆઈએ ફરી તેની સાથે કરાર કરી લીધો હતો. આઈપીએલ 2018માં દિલ્હી ડેયરડેવિલ્સની ટીમની તરફથી રમ્યો હતો. તેણે 4 મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે