KKRvsSRH: લોકી ફર્ગ્યુસનની ઘાતક બોલિંગ, કોલકત્તાએ સુપર ઓવરમાં હૈદરાબાદને હરાવ્યું

આઈપીએલની આ સીઝનમાં ફરી એકવાર સુપર ઓવર જોવા મળી હતી. કોલકત્તાએ સુપર ઓવરમાં હૈદરાબાદને હરાવી ટૂર્નામેન્ટમાં પાંચમો વિજય મેળવ્યો છે. 

KKRvsSRH: લોકી ફર્ગ્યુસનની ઘાતક બોલિંગ, કોલકત્તાએ સુપર ઓવરમાં હૈદરાબાદને હરાવ્યું

દુબઈઃ લોકી ફર્ગ્યુસનની દમદાર બોલિંગની મદદથી કોલકત્તા નાઇટ રાઇડર્સે અહીં રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની 35મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને સુપર ઓવરમાં હરાવી ટૂર્નામેન્ટમાં પાંચમી જીત મેળવી છે. આ જીત સાથે કેકેઆરની ટીમ 10 પોઈન્ટ સાથે ટેબલમાં ચોથા સ્થાને છે. તો હૈદરાબાદનો આ 9મી મેચમાં છઠ્ઠો પરાજય છે. તેની પ્લેઓફનો માર્ગ મુશ્કેલ બની ગયો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ 20 ઓવરમાં 5 વિકેટે 163 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 163 રન બનાવતા મેચ ટાઈ રહી હતી. ત્યારબાદ રમાયેલી સુપર ઓવરમાં હૈદરાબાદની ટીમ માત્ર બે રન બનાવી શકી હતી. કોલકત્તાએ ચાર બોલમાં ત્રણ રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 

સુપર ઓવરનો રોમાંચ
બેટ્સમેન- વોર્નર બેયરસ્ટો, અબ્દુલ સમદ, બોલર- લોકી ફર્ગ્યુસન
પ્રથમ બોલ- વોર્નર આઉટ
બીજો બોલ- બે રન
ત્રીજો બોલ- સમદ આઉટ

કોલકત્તા (બેટ્સમેન- મોર્ગન-કાર્તિક) બોલર- રાશિદ ખાન
પ્રથમ બોલ- શૂન્ય રન
બીજો બોલ- એક રન
ત્રીજો બોલ- શૂન્ય રન
ચોથો બોલ- બે રન

હૈદરાબાદે નવી ઓપનિંગ જોડી સાથે કરી શરૂઆત
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદ માટે કેન વિલિયમસન અને જોની બેયરસ્ટોની જોડી મેદાન પર શરૂઆત કરવા ઉતરી હતી. અત્યાર સુધી ડેવિડ વોર્નર ઓપનિંગ કરતો હતો. બંન્ને બેટ્સમેનોએ પાવરપ્લેમાં વિકેટ ગુમાવ્યા વિના 58 રન બનાવ્યા હતા. પ્રથમ મેચ રમી રહેલ લોકી ફર્ગ્યુસને પ્રથમ બોલ પર કેન વિલિયમસને 29 રન પર નીતીશ રાણાના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. 

યુવા પ્રિયમ ગર્ગને બોલ્ડ કરી ફર્ગ્યુસને મેચમાં પોતાની બીજી સફળતા મેળવી હતી. ત્યારબાદની ઓવરમાં વરૂણ ચક્રવર્તીએ 36 રન પર બેટિંગ કરી રહેલા બેયરસ્ટોને આઉટ કરી ટીમને મોટી સફળતા અપાવી હતી. ફર્ગ્યુસને ત્યારબાદ એક શાનદાર યોર્કર દ્વારા મનીષ પાંડેની ઈનિંગનો અંત કર્યો હતો. પેટ કમિન્સે વિજય શંકરને 7 રન પર આઉટ કરી હૈદરાબાદને પાંચમો ઝટકો આપ્યો હતો. અબ્દુલ સમદને શિવ માવીએ આઉટ કર્યો હતો. સમદ 15 બોલમાં 24 રન બનાવી આઉટ થયો હતો. 

કોલકત્તાની ઈનિંગ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીએ ઈનિંગની શરૂઆત કરી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી હતી. ત્રિપાઠી (23)ને ટી નટરાજને બોલ્ડ કર્યો હતો. આ સીઝનમાં અત્યાર સુધી કોલકત્તાની ઓપનિંગ જોડી 50 રનની ભાગીદારી કરી શકી નથી. કોલકત્તાને 87 રનના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. શુભમન ગિલ (36)ને રાશિદ ખાને આઉટ કર્યો હતો. ગિલે 37 બોલમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. 

નીતીશ રાણા (29)ને વિજય શંકર ગર્ગના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. રાણાએ 20 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. અંતિમ ઓવરોમાં દિનેશ કાર્તિક અને કેપ્ટન મોર્ગને 58 રનની ભાગીદારી કરી ટીમનો સ્કોર 160ને પાર પહોંચાડ્યો હતો. કેપ્ટન મોર્ગન 23 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 34 રન બનાવી ઈનિંગના અંતિમ બોલ પર આઉટ થયો હતો. દિનેશ કાર્તિક 14 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે 29 રન બનાવી અણનમ રહ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news