Mary Kom: મેરી કોમે નથી જાહેર કરી નિવૃત્તિ, બોક્સિંગ ચેમ્પિયને શું કહ્યું તે ખાસ જાણો

મેરી કોમે બોક્સિંગમાંથી નિવૃત્તિ લેવાના રિપોર્ટ્સ ફગાવતા  કહ્યું કે મે હજુ સુધી રિટાયરમેન્ટની જાહેરાત કરી નથી અને મને ખોટી રીતે કોટ કરવામાં આવી. હું જ્યારે પણ તેની જાહેરાત કરવા માંગીશ ત્યારે વ્યક્તિગત રીતે મીડિયા સામે આવીશ.

Mary Kom: મેરી કોમે નથી જાહેર કરી નિવૃત્તિ, બોક્સિંગ ચેમ્પિયને શું કહ્યું તે ખાસ જાણો

છ વારના વિશ્વ ચેમ્પિયન અને 2012 ઓલિમ્પિક પદક વિજેતા મેરી કોમે બોક્સિંગમાંથી સન્યાસની જાહેરાત કરી નથી. આ અહગાઉ 41 વર્ષના મેરી કોમના રિટાયરમેન્ટની ખબરો મીડિયામાં આવી હતી. ત્યારબાદ તેમણે આ સ્પષ્ટતા કરી છે. 

મેરી કોમે બોક્સિંગમાંથી નિવૃત્તિ લેવાના રિપોર્ટ્સ ફગાવતા  કહ્યું કે મે હજુ સુધી રિટાયરમેન્ટની જાહેરાત કરી નથી અને મને ખોટી રીતે કોટ કરવામાં આવી. હું જ્યારે પણ તેની જાહેરાત કરવા માંગીશ ત્યારે વ્યક્તિગત રીતે મીડિયા સામે આવીશ. મે કેટલાક મીડિયા રિપોર્ટ્સ જોયા છે જેમાં કહેવામાં આવ્યું છે કે મે સન્યાસની જાહેરાત કરી છે અને આ સાચું નથી. હું 24 જાન્યુઆરીએ ડિબ્રુગઢમાં એક શાળાના કાર્યક્રમમાં ભાગ લઈ રહી હતી, જેમાં બાળકોને પ્રેરિત કરી રહી હતી અને મે કહ્યું કે મારામાં હજુ પણ ખેલોમાં ઉપલબ્ધિ મેળવવાની ભૂખ છે, પરંતુ ઓલિમ્પિકમાં ઉંમર મર્યાદા મને ભાગ લેવાની મંજૂરી આપતી નથી. હું હજુ પણ મારી ફિટનેસ પર ધ્યાન આપી રહી છું અને જ્યારે પણ સન્યાસની જાહેરાત કરીશ તો બધાને જાણ કરીશ. 

— ANI (@ANI) January 25, 2024

અત્રે જણાવવાનું કે આંતરરાષ્ટ્રીય બોક્સિંગ સંઘ (આઈબીએ)ના નિયમો મુજબ 40 વર્ષ કે તેનાથી વધુ ઉમરના ખેલાડીઓને વ્યવસાયિક બોક્સિંગ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી હોતી નથી. 

મેરી કોમે વિશ્વ એમેચ્યોર બોક્સિંગ ચેમ્પિયનશીપ રેકોર્ડ 6 વાર જીત્યો છે. તેઓ આવું કારનામું કરનારા વિશ્વના એકમાત્ર મહિલા બોક્સર છે. એટલું જ નહીં મેરી કોમ સાત વિશ્વ ચેમ્પિયનશીપમાંથી પ્રત્યેકમાં મેડલ જીતનારા એકમાત્ર મહિલા બોક્સર છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news