TOKYO OLYMPIC: દેશની મેડલની આશા પુરી કરશે ભારતીય બોક્સર MARY KOM?

2018ના વૂમન્સ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેરીએ 6ઠ્ઠી વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે, 2018માં જ યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં 48 કિલોગ્રામ વર્ગમાં પણ મેરી કોમે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેરી કોમ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં 51 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ જીતી હતી.

TOKYO OLYMPIC: દેશની મેડલની આશા પુરી કરશે ભારતીય બોક્સર MARY KOM?

નવી દિલ્લીઃ મેરી કોમ - આ એક નામ છે જેણે સમાજના તમામ અવરોધોને પાર કરીને ભારતનું નામ રોશન કર્યું છે. 2012માં લંડન ઓલિમ્પિકમાં જ્યારથી મેરીએ ભારતને બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. ત્યારથી જ તે માત્ર ભારત માટે નહીં પણ દુનિયા માટે એક સ્પોર્ટિંગ હિરો બની. ઓલિમ્પિક મેડલથી લઈને વર્લ્ડ ચેમ્પિયનશીપ ટાઈટલ સુધી મેરી કોમ પોતાના કરિયરમાં દરેક સિધ્ધી સર કરી ચુકી છે.  

મેરી કોમનું હાલનું ફોર્મ:
2018ના વૂમન્સ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેરીએ 6ઠ્ઠી વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે, 2018માં જ યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં 48 કિલોગ્રામ વર્ગમાં પણ મેરી કોમે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેરી કોમ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં 51 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ જીતી હતી. 38 વર્ષીય મેરી કોમ એશિયા/ઓશિયાના ચેમ્પિયનશીપના સેમિ ફાઈનલમાં પહોંચતા જ તે ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ થઈ હતી અને ચેમ્પિયનશીપમાં તેણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

મેરી કોમની સિદ્ધિઓ:
- 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ.
- 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ.
- 8 વખત વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપ મેડલિસ્ટ. જેમાં, 6 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
- 2 વખત એશિયન ગેમ્સ મેડલિસ્ટ. જેમાં, 1 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
- 7 વખત એશિયન એમેચ્યોર બોક્સિંગ ચેમ્પિયનશીપ મેડલિસ્ટ. જેમાં 5 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ મેરી કોમ જીતી ચુકી છે.

શું મેરી કોમ પોતાના મેડલ કેબિનેટમાં ટોકિયો ઓલિમ્પિકનો ગોલ્ડ મેડનો ઉમેરો કરી શકશે?
મેરી કોમનો ઓલિમ્પિકમાં સૌથી મોટો હથિયાર તેનો દાયકાથી વધુનો અનુભવ છે. લેજેન્ડરી બોક્સર મેરી કોમ ભારતની ટોકિયો ઓલિમ્પિકસની સૌથી મોટી આશા છે. મેરી કોમ પોતાના છેલ્લા ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી હતી. ત્યારે, આ વખતે તે ગત વખત કરતા વધારે મહેનત અને અનુભવ સાથે રિંગમાં ઉતરશે. જેના પગલે તે ગોલ્ડ મેડલ ભારતને અપાવી શકે છે. તેવી આશા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news