બોક્સિંગ ટ્રાયલ્સઃ મેરીએ ન મિલાવ્યો નિકહત સાથે હાથ, કહ્યું- આવા લોકો પસંદ નથી

બોક્સિંગ ચેમ્પિયન એમસી મેરી કોમ અને તેની વિરોધી નિકહત ઝરીન વચ્ચે ચાલી રહેલો વિવાદ વધુ વધી ગયો છે. ઓલિંમ્પિક ટ્રાયલ્સમાં પોતાની જીત પાક્કી કરવા માટે બંન્ને વચ્ચે આજે રમાયેલી મેચમાં પોતાની જીત બાદ મેરી કોમે નિકહત સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરી દીધો હતો. 
 

બોક્સિંગ ટ્રાયલ્સઃ મેરીએ ન મિલાવ્યો નિકહત સાથે હાથ, કહ્યું- આવા લોકો પસંદ નથી

નવી દિલ્હીઃ ભારતની ચેમ્પિયન મહિલા બોક્સર એમસી મેરી કોમે શિવારે ટોક્યો ઓલિમ્પિક ક્વોલિફાયર મુકાબલા માટે થયેલી ટ્રાયલ્સમાં જીત મેળવી હતી. મેરીએ તેને ચેલેન્જ કરનારી બોક્સર નિકહત ઝરીનને 9-1ના મોટા અંતરથી પરાજય આપ્યો હતો. મેચ બાદ છ વખતની વર્લ્ડ ચેમ્પિયન ખુબ ગુસ્સામાં જોવા મળી હતી. તેણે મેચ પૂરી થયા બાદ નિકહત સાથે હાથ પણ ન મિલાવ્યો. 

શનિવારનો દિવસ મહિલા બોક્સિંગ માટે ખુબ મહત્વનો માનવામાં આવી રહ્યો હતો. 51 કિલોગ્રામ ભારવર્ગમાં ઓલિંમ્પિક ક્વોલિફાયરમાં રમનારી મેરી કોમની ટક્કર નિકહત ઝરીન સામે થવાની હતી. નિકહતે મેરીને આ મેચ માટે ચેલેન્જ આપી અને તે માટે ખેલ મંત્રાલયની સાથે-સાથે ભારતીય બોક્સિંગ એસોસિએશનને પત્ર લખ્યો હતો. 

— ANI (@ANI) December 28, 2019

— ANI (@ANI) December 28, 2019

નિકહત શનિવારે રમાયેલી મેચમાં ઓલિંમ્પિક મેડલ વિજેતા મેરી કોમ સામે ન ટકી શકી. મેરીએ એકતરફી જીત હાસિલ કરતા નિકહતને 9-1થી હરાવી હતી. આ મેચ પૂરી થયા બાદ જ્યારે મેરીએ નિકહત સાથે હાથ મિલાવવા ઈચ્છીઓ તો તેણે ઇનકાર કરી દીધો હતો. 

મેરીનું કહેવું હતું, 'હું તેની સાથે હેન્ડશેક કેમ કરુ?' જો તે ઈચ્છે છે કે બીજા લોકો તેનું સન્માન કરે તો તેણે પહેલા બીજા લોકોનું સન્માન કરતા શીખવું જોઈએ. મને આવી પ્રકૃતિના લોકો પસંદ નથી. પોતાને રિંગમાં સાબિત કરતા શીખો, ન કે રિંગની બહાર. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news