IPL 2024: આ પૂર્વ ખેલાડીએ હાર્દિકના કર્યા પેટછૂટા વખાણ, કહ્યું- મુંબઈ હારે કે જીતે મને કોઈ ફરક પડતો નથી...
મુંબઈ ઈન્ડિયન્સની સતત હારથી પરેશાન હાર્દિક પંડ્યાને મુશ્કેલ સમયમાં દિગ્ગજ પૂર્વ ખેલાડીનો સહારો મળ્યો છે. ટીમ ઈન્ડિયા માટે રમી ચૂકેલા આ પૂર્વ ખેલાડીએ પંડ્યાની બોલિંગના વખાણ કર્યા છે.
Trending Photos
મુંબઈ ઈન્ડિયન્સની સતત હારથી પરેશાન હાર્દિક પંડ્યાને મુશ્કેલ સમયમાં દિગ્ગજ પૂર્વ ખેલાડીનો સહારો મળ્યો છે. ટીમ ઈન્ડિયા માટે રમી ચૂકેલા આ પૂર્વ ખેલાડીએ પંડ્યાની બોલિંગના વખાણ કર્યા છે. તેમણે પંડ્યાની સાથે સાથે જસપ્રીત બુમરાહના પણ વખાણ કર્યા. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની પ્લેઓફ રેસમાંથી તો લગભગ બહાર છે. તે પોતાની 11માંથી 8 મેચ હારી ચૂકી છે અને 6 અંક સાથે પોઈન્ટ ટેબલમાં નવમા નંબરે છે.
મુંબઈ ઈન્ડિયન્સને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ 24 રનથી હારનો સામનો કરવો પડ્યો. કોલકાતા નાઈટ રાઈડર્સ એટલે કે કેકેઆરની ટીમે પહેલા બેટિંગ કરતા 169 રન કર્યા અને ઓલઆઉટ થઈ ગઈ. 170 રનના લક્ષ્યાંક સામે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 145 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
પૂર્વ ખેલાડીએ કર્યો બચાવ
પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ આ મેચ બાદ અનેક ટ્વિટ કરી. તેમણે પોતાની એક પોસ્ટમાં લખ્યું કે મુંબઈ હારે કે જીતે મને તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ એ સારી વાત છે કે હાર્દિક પંડ્યા યોગ્ય લાઈન લેન્થમાં બોલિંગ કરે છે જે ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ છે. હાર્દિક પંડ્યાએ આ મેચમાં 2 વિકેટ લીધી પરંતુ રન ફક્ત એક બનાવ્યો. પંડ્યાએ આ અગાઉ લખનઉ સુપરજાયન્ટ્સ વિરુદ્ધ પણ 2 વિકેટ લીધી હતી.
I don't care about whether Mumbai Indians win or lose, but it's a good sign that Hardik Pandya is bowling with good line and length, which is important for India in the #T20WorldCup2024.#MIvsKKR #KKRvMI #HardikPandya
pic.twitter.com/kHLMRCPfTG
— Manoj Tiwari (@ManojTiwariIND) May 4, 2024
મુંબઈ ઈન્ડિયન્સ પાસે હાર્દિક પંડ્યા સહિત 4 ખેલાડી એવા છે જે વર્લ્ડ કપ માટેની ટીમ ઈન્ડિયામાં સામેલ છે. તેમાંથી સૂર્યકુમાર યાદવે 56 રન કર્યા. જસપ્રીત બુમરાહે 16 રન આપીને 3 વિકેટ લીધી. રોહિત શર્મા 11 રન પર આઉટ થયા.
He is Jasprit Bumrah, who is continuously impressing and performing. However, Mumbai Indians have not appointed him captain. He deserves captaincy over Hardik Pandya.#MIvsKKR #MIvKKR #JaspritBumrah
pic.twitter.com/BON7jQMONg
— Manoj Tiwari (@ManojTiwariIND) May 4, 2024
હાલમાં જ નિવૃત્તિ લઈને ચર્ચામાં આવેલા મનોજ તિવારીએ જસપ્રીત બુમરાહના પણ ખુબ વખાણ કર્યા. કહ્યું કે ભારતની વર્લ્ડ કપ ટીમમાં સામેલ આ ખેલાડી સારું પ્રદર્શન કરી રહ્યો છે. તિવારીએ એ પણ કહ્યું કે પંડ્યાની જગ્યાએ જસપ્રીત બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો હોત તો તે યોગ્ય હોત.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે