રૂસી ટેનિસ સ્ટાર ડેનિલ મેદવેદેવના ફેન બન્યા મોદી, પ્રશંસામાં કહી આ વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં (Mann Ki Baat) રૂસી ટેનિસ સ્ટાર ડેનિલ મેદવેદેવની (Daniil Medvedev) સરળતાની પ્રશંસા કરી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં (Mann Ki Baat) રૂસી ટેનિસ સ્ટાર ડેનિલ મેદવેદેવની (Daniil Medvedev) સરળતાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, 'જો તમે ડેનિલ મેદવેદેવનું ભાષણ સાંભળ્યું નથી, તો હું તમને વિશેષ રૂપથી યુવાઓને કહીશ કે તેનું ભાષણ જરૂર સાંભળો. તેમાં દરેક વર્ગ અને દરેક ઉંમરના લોકોએ શીખવા માટે ઘણું છે.' પીએમે કહ્યું, 'આ વખતે યૂએસ ઓપનમાં વિજેતાની જેટલી ચર્ચા હતી, એટલી ચર્ચા રનર અપ ડેનિલ મેદવેદેવની હતી. મેદવેદેવ (23)ની સરળતા અને પરિપક્વતા દરેકને પ્રભાવિત કરનારી હતી. હું ખુબ પ્રભાવિત થયો છું.'
વડાપ્રધાને કહ્યું કે, આ વખતે યૂએપ ઓપન ટૂર્નામેન્ટમાં જીતનારની જેટલી ચર્ચા ન થઈ તેનાથી વધુ રનર અપ રહેલા ડેનિયલ મેદવેદેવના ભાષણની હતી. આ ભાષણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયું હતું. માત્ર 23 વર્ષના મેદવેદેવન સાદગી અને પરિપક્વતાએ દુનિયાના દરેક વ્યક્તિને પ્રભાવિત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, મેદવેદેવ જુસ્સો પ્રશંસાને પાત્ર છે. જીવનમાં હાર-જીત મહત્વ રાખતી નથી. મેદવેદેવના જુસ્સાએ વિશ્વનું દિલ જીતી લીધું હતું.
મોદીએ કરી ડેનિલ મેદવેદેવની પ્રશંસા
મોદીએ કહ્યું કે, મેદવેદેવની સાદગી અને પરિપક્વતા દરેકને પ્રભાવિત કરનારી હતી. મોદીએ કહ્યું કે, તેઓ આ યુવા ખેલાડીના ભાષણથી ખુબ પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું, 'મેદવેદેવ થોડા સમય પહેલા ફાઇનલમાં હાર્યો હતો. બીજુ કોઈ હોત તો ઉદાસ હોય પરંતુ મેદવેદેવે પોતાની વાતોથી બધાના ચહેરા પર હાસ્ય લાવી દીધું હતું.'
તેમણે કહ્યું કે, મેદવેદેવે હાર બાદ પણ નડાલની પ્રશંસા કરી જે ખેલ ભાવનનો પૂરાવો છે. પીએમે કહ્યું કે, નડાલે પણ મેદવેદેવની રમતની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે, એક મેચમાં હારનારનો જોશ અને જીતનારની વિનમ્રતા બંન્ને જોવા લાયક હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે