આઈસીસી મહિલા રેન્કિંગઃ સ્મૃતિ મંધાના ટોપ પર યથાવત

મહિલા ક્રિકેટ ટીમની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના આઈસીસીના વનડે રેન્કિંગમાં પોતાની ટોપ પોઝિશન પર યથાવત છે. 
 

આઈસીસી મહિલા રેન્કિંગઃ સ્મૃતિ મંધાના ટોપ પર યથાવત

દુબઈઃ ભારતીય ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના આઈસીસી મહિલા વનડે ખેલાડીઓની સોમવારે જાહેર થયેલા નવા રેન્કિંગમાં ટોપ પર યથાવત છે, જ્યારે કેપ્ટન મિતાલી રાજ પણ પાંચમાં સ્થાન પર છે. મંધાનાના 774 રેટિંગ પોઈન્ટ છે અને તે ઓસ્ટ્રેલિયાની એલિસ પેરી અને મેગ લેનિંગથી આગળ છે. ન્યૂઝીલેન્ડની એમી સૈટરવેટ મિતાલી પહેલા ચોથા સ્થાને છે. ટોપ-20 રેન્કિંગમાં 2 વધુ ભારતીય બેટ્સમેન છે, જેમાં દીપ્તિ શર્મા એક સ્થાનના સુધારની સાથે 17માં અને ટી20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 19માં સ્થાન પર છે. 

વેસ્ટઈન્ડિઝની કેપ્ટન સ્ટેફની ટેલર 2 સ્થાનના સુધારની સાથે 8માં સ્થાન પર છે. બોલરોના રેન્કિંગમાં અનુભવી ઝુલન ગોસ્વામી સર્વશ્રેષ્ઠ ભારતીય છે. તે ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની મેગન શટ પ્રથમ અને પાકિસ્તાનની સના મીર બીજા સ્થાને છે. ટોપ-10 બલરોમાં દીપ્તિ શર્મા અને પૂનમ યાદવ પણ છે. દીપ્તિ 8માં જ્યારે પૂનમ નવમાં સ્થાન પર છે. 

દીપ્તિ ઓલરાઉન્ડર ખેલાડીઓના રેન્કિંગમાં ત્રીજા સ્થાન પર છે. જુલાઈ 2015માં ઝુલનના ઓલરાઉન્ડર રેન્કિંદમાં ટોપ પર પહોંચ્યા બાદ કોઈ ભારતીય ખેલાડી આ સિદ્ધિ મેળવી શકી નથી. ટીમ રેન્કિંગમાં પાકિસ્તાનને વિન્ડિઝને 2-1થી હરાવવાનો ફાયદો થયો અને ટીમ ચોથા સ્થાને પહોંચી ગઈ છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા પહેલા, ન્યૂઝીલેન્ડ બીજા અને ભારત ત્રીજા સ્થાને છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news