ICC Test Rankings: ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોનો દબદબો, ભારતીય ખેલાડીઓને થયું નુકસાન

આઈસીસીએ જાહેર કરેલા નવા ટેસ્ટ રેન્કિંગમાં બેન સ્ટોક્સને પણ મોટો ફાયદો થયો છે. તે પ્રથમવાર ટોપ-10માં પહોંચવામાં સફળ રહ્યો છે.  

ICC Test Rankings: ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોનો દબદબો, ભારતીય ખેલાડીઓને થયું નુકસાન

નવી દિલ્હીઃ Latest ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા-ઈંગ્લેન્ડ વચ્ચે ન્યૂ યર ટેસ્ટ મેચ પૂરી થયા બાદ આઈસીસીએ ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરી છે. આઈસીસીના આ ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બેટ્સમેનમાં નંબર-1 છે. પરંતુ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-5માંથી 3 ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ કબજો કરી લીધો છે, જ્યારે ભારતીય ખેલાડીઓને રેન્કિંગમાં નુકસાન થયું છે. 

બુધવારે આઈસીસીએ ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરી છે, જેમાં વિરાટ કોહલી 928 રેટિંગ પોઈન્ટની સાથે પ્રથમ સ્થાન પર છે, જ્યારે 911 પોઈન્ટની સાથે સ્ટીવ સ્મિથ બીજા સ્થાને છે. તો નંબર ત્રણ પર રહેનાર કેન વિલિયમસન એક સ્થાનના નુકસાન સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. સિડની ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર માર્નસ લાબુશેનને મોટો ફાયદો થયો છે. તે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ સિવાય ડેવિડ વોર્નરને પણ આ નવા રેન્કિંગમાં મોટો ફાયદો મળ્યો છે. 

After the conclusion of the Sydney and Cape Town Tests, players sizzle in the latest @MRFWorldwide ICC Men's Test Player Rankings for batting.

— ICC (@ICC) January 8, 2020

ઓસ્ટ્રેલિયન ટીમના વિસ્ફોટક ઓપનર વોર્નર 7માંથી 5માં સ્થાને આવી ગયો છે, જ્યારે ભારતીય બેટ્સમેન રહાણે અને પૂજારાને રેન્કિંગમાં નુકસાન થયું છે. મહત્વનું છે કે ભારતીય ટીમ અત્યારે કોઈ ટેસ્ટ મેચ રમી રહી નથી. તેથી રેન્કિંગમાં ચઢાવ-ઉતાર જોવા મળી રહ્યો છે. ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ બેટ્સમેનોના રેન્કિંગમાં ટોપ-10માં પહોંચી ગયો છે. તે 10માં સ્થાને છે. આ તેના કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. 

— ICC (@ICC) January 8, 2020

બોલરોના રેન્કિંગમાં પેટ કમિન્સ પ્રથમ સ્થાને યથાવત છે. બીજા સ્થાને નીલ વેગનર છે. જેસન હોલ્ડરને એક સ્થાનનો ફાયદો થયો અને તે ત્રીજા સ્થાને આવી ગયો છે. જ્યારે કગિસો રબાડા એક સ્થાનના નુકસાન સાથે ચોથા સ્થાને છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર સ્ટાર્ક ટોપ-5માં પહોંચી ગયો છે. આ સાથે આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપનાર જેમ્સ એન્ડરસને પાંચ સ્થાનની છલાંગ લગાવીને ટોપ-10માં એન્ટ્રી કરી છે. તે 7માં સ્થાને પહોંચી ગયો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news