KXIP vs MI: શું છે 'ડબલ સુપર ઓવર', બેટ્સમેન અને બોલર પર લાગુ થાય છે આ ખાસ નિયમ
ડબલ સુપર ઓવરના આ મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબે મુંબઈ ઈન્ડિયન્સને પરાજય આપીને જીત હાસિલ કરી હતી. આ પ્રથમ ઘટના હતી જ્યારે એક દિવસમાં ત્રણ-ત્રણ સુપર ઓવર રમાઈ અને કોઈ મેચમાં ડબલ સુપર ઓવર દ્વારા પરિણામ આવ્યું.
Trending Photos
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધીનો સૌથી રોમાંચક મુકાબલો રમાયો હતો. રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે ડબલ સુપર ઓવર જોવા મળી હતી. મુંબઈએ પહેલા બેટિંગ કરતા 176 રન બનાવ્યા અને જવાબમાં પંજાબની ટીમ પણ 176 રન બનાવી શકી. મુકાબલો ટાઈ રહ્યો અને સુપર ઓવર રમાડવામાં આવી પરંતુ કમાલની વાત રહી કે સુપર ઓવર પણ ટાઈ થઈ એટલે કે ટૂર્નામેન્ટ મેન્ટના ઈતિહાસમાં ફેન્સને ડબલ સુપર ઓવર જોવા મળી હતી.
ડબલ સુપર ઓવરના આ મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબે મુંબઈ ઈન્ડિયન્સને પરાજય આપીને જીત હાસિલ કરી હતી. આ પ્રથમ ઘટના હતી જ્યારે એક દિવસમાં ત્રણ-ત્રણ સુપર ઓવર રમાઈ અને કોઈ મેચમાં ડબલ સુપર ઓવર દ્વારા પરિણામ આવ્યું. આ સંડે ખરેખર સુપર સંડે બની ગયો કારણ કે તેની પહેલા બપોરના મુકાબલાનું પરિણામ પણ સુપર ઓવરમાં આવ્યું હતું.
શું હોય છે સુપર ઓવર
જ્યારે મેચ રમનારી બંન્ને ટીમોનો સ્કોર બરોબર રહે છે એટલે કે મેચ ટાઈ થાય તો વિજેતાનો નિર્ણય કરવા માટે સુપર ઓવર રમાડવામાં આવે છે. બંન્ને ટીમોની પાસે એક એક ઓવર હોય છે અને ત્રણ બેટ્સમેનોને રમવાની મંજૂરી હોય છે. બે બેટ્સમેન આઉટ થતા ટીમ ઓલઆઉટ માનવામાં આવે છે.
CSK vs RR: ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 'કરો યા મરો' મુકાબલો, કોણ મારશે બાજી?
શું હોય છે ડબલ સુપર ઓવર
જ્યારે એક ટીમે પ્રથમ બેટિંગ કરતા જેટલા રન બનાવ્યા છે બીજી ટીમ પણ એટલા જ રન બનાવી તો મુકાબલો ટાઈ રહે છે. સુપર ઓવર ટાઈ થયા બાદ એકવાર ફરી સુપર ઓવર કરાવવામાં આવે છ. આ બીજી સુપર ઓવરને ડબલ સુપર ઓવર કહે છે.
ડબલ સુપર ઓવરના નિયમ
તેમાં બોલર અને બેટ્સમેન પર કેટલાક પ્રતિબંધ હોય છે જેમ કે જે બોલરે પ્રથમ સુપર ઓવર ફેંકી તે બીજી સુપર ઓવરમાં બોલિંગ ન કરી શકે. આ રીતે જે બેટ્સમેન પ્રથમ સુપર ઓવરમાં રમી ચુક્યા છે તેને બીજી સુપર ઓવરમાં બેટિંગ કરવાની મંજૂરી મળતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે