Asia Cup 2022: શ્રીલંકાએ રોમાચંક મેચમાં બાંગ્લાદેશને 2 વિકેટે હરાવ્યું, સુપર-4માં એન્ટ્રી

SL vs BAN: એશિયા કપના રોમાંચક મુકાબલામાં શ્રીલંકાએ બાંગ્લાદેશને પરાજય આપ્યો છે. આ હાર સાથે શાકિબ-અલ-હસનની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. 
 

Asia Cup 2022: શ્રીલંકાએ રોમાચંક મેચમાં બાંગ્લાદેશને 2 વિકેટે હરાવ્યું, સુપર-4માં એન્ટ્રી

દુબઈઃ Sri Lanka vs Bangladesh Asia Cup : શ્રીલંકાએ બાંગ્લાદેશને એશિયા કપ 2022ના રોમાંચક મુકાબલામાં બે વિકેટે હરાવી દીધુ છે. બાંગ્લાદેશ વિરુદ્ધ એશિયા કપ ગ્રુપ બીની મેચમાં પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 183 રન બનાવ્યા છે. તેના જવાબમાં શ્રીલંકાએ 4 બોલ બાકી રહેતા બે વિકેટે જીત મેળવી હતી. શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસે સર્વાધિક 60 રન બનાવ્યા. શ્રીલંકાએ પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવી 48 રન બનાવ્યા હતા. પથુમ નિસાંકા 20 અને ચરિત અસલંકા 1 રન બનાવી આઉટ થયો હતો. 

184 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત સારી રહી. પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસે પ્રથમ વિકેટ માટે 45 રનની ભાગીદારી કરી હતી. દનુષ્કા ગુણાથિલકા 11 અને રાજપક્ષે 2 રન બનાવી આઉટ થયા હતા. ત્યારબાદ કેપ્ટન શનાકા અને મેન્ડિસ વચ્ચે પાંચમી વિકેટ માટે 35 બોલમાં 54 રનની ભાગીદારી કરી હતી. મેન્ડિસ 37 બોલમાં 60 રન બનાવી આઉટ થયો હતો. 

આ પહેલા બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી અને ટીમે 19 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મેહદી હસન અને કેપ્ટન શાકિબ વચ્ચે 24 બોલમાં 39 રનની ભાગીદારી થઈ હતી. મેહદી 26 બોલમાં 38 રન બનાવી આઉટ થયો. મુશફિકુર રહીમ સસ્તામાં આઉટ થયો હતો. ત્યારબાદ શાકિબ અને અફીફ વચ્ચે ચોથી વિકેટ માટે 24 રનની ભાગીદારી થઈ હતી. પાંચમી વિકેટ માટે મહમૂદુલ્લાહ અને અફીફ હુસૈન વચ્ચે 37 બોલમાં 57 રનની ભાગીદારી થઈ હતી. અફીફ 39 અને મહમૂદુલ્લાહ 27 રન બનાવી આઉટ થયા હતા. મોસાદેક હુસૈને અંતિમ ઓવરમાં શાનદાર બેટિંગ કરી બાંગ્લાદેશનો સ્કોર 180ને પાર પહોંચાડ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news