ડે-નાઇટ ટેસ્ટના પ્રથમ ચાર દિવસની તમામ ટિકિટે વેચાઈઃ સૌરવ ગાંગુલી

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કોલકત્તા પહોંચીને ભારતની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ વિશે જણાવ્યું કે, પ્રથમ ચાર દિવસની તમામ ટિકિટ વેચાઈ ગઈ છે. 
 

ડે-નાઇટ ટેસ્ટના પ્રથમ ચાર દિવસની તમામ ટિકિટે વેચાઈઃ સૌરવ ગાંગુલી

મુંબઈઃ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ (saurav ganguly) કહ્યું કે, બાંગ્લાદેશ વિરુદ્ધ કોલકત્તામાં રમાનારી ભારતની પ્રથમ દિવસ-રાત ટેસ્ટના (
kolkata day night test) પ્રથમ ચાર દિવસની તમામ ટિકિટ વેચાઈ ગઈ છે. તેઓ ખુબ ખુશ છે. ભારત પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ 22 નવેમ્બરે બાંગ્લાદેશ (IND vs BAN)વિરુદ્ધ રમશે અને તેના માટે બંન્ને ટીમો કોલકત્તા પહોંચી ગઈ છે.

મંગળવારે સૌરવ ગાંગુલીએ અહીં કહ્યું, 'ટિકિટ વેચાઈ ગઈ છે અને તેને લઈને હું ખુબ ખુશ છું. તે પૂછવા પર કે કેટલા દિવસની રમતના તમામ ટિકિટ વેચાઈ ગઈ છે. ગાંગુલીએ જણાવ્યું કે, પહેલા ચાર દિવસની તમામ ટિકિટ વેચાઈ ગઈ છે.'

ગાંગુલીએ આ પહેલા સ્પર્ધાના સત્તાવાર શુભંકર પિંકુ-ટિંકુનું પણ અનાવરણ કર્યું હતું. ભારતના સૌથી મોટી સ્ટેડિયમોમાંથી એક ઈડન ગાર્ડનની ક્ષમતા 67000 દર્શકોની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news