ઓસ્ટ્રેલિયામાં 20 વર્ષ બાદ રાહુલ-યશસ્વીએ બનાવ્યો રેકોર્ડ, પર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા કંગારૂઓ પર હાવી

India vs Australia 1st Test: ભારતે ઓસ્ટ્રેલિયાની સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના પહેલા મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે, ભારતે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં બીજા દિવસે મેચની બીજી ઇનિંગ્સમાં 218 રનની લીડ મેળવી લીધી છે.

ઓસ્ટ્રેલિયામાં 20 વર્ષ બાદ રાહુલ-યશસ્વીએ બનાવ્યો રેકોર્ડ, પર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા કંગારૂઓ પર હાવી

India vs Australia 1st Test Perth Day 2: ભારતે ઓસ્ટ્રેલિયાની સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના પહેલા મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે, ભારતે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં બીજા દિવસે મેચની બીજી ઇનિંગ્સમાં 218 રનની લીડ મેળવી લીધી છે. પહેલી ઈનિંગ્સમાં 150 રન પર ઓલઆઉટ થનાર ટીમ ઈન્ડિયાએ કંગારૂઓને પહેલી ઈનિંગ્સમાં 104 રન પર ઓલઆઉટ કરી દીધા હતા. આવી રીતે ભારતે 46 રનની લીડ મેળવી લીધી હતી. ત્યારબાદ ભારતે બીજી ઈનિંગ્સમાં બીજા દિવસે સ્ટંપ્સ સુધી 172/0નો સ્કોર બનાવી લીધો છે.

યશસ્વી-રાહુલની યાદગાર ઈનિંગ્સ
ભારત માટે બીજી ઈનિંગ્સમાં યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે યાદગાર ઈનિંગ્સ રમી છે. બન્ને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે અણનમ સદીની પાર્ટનરશીપ રમી છે. યશસ્વી 90 અને રાહુલ 62 રન બનાવીને અણનમ છે. બન્નેએ શરૂઆતી વિકેટ માટે અણનમ 172 રન બનાવ્યા છે. ભારતીય ઓપનિંગ જોડીએ 20 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની ધરતી પર સદીની પાર્ટનરશીપ કરી છે. છેલ્લી વખત વીરેન્દ્ર સેહવાગ અને આકાશ ચોપરાએ 2004માં આવું કારનામું કર્યું હતું. બન્નેએ સિડની ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 123 રનની પાર્ટનરશીપ કરી હતી.

A mighty batting performance from #TeamIndia! 💪 💪

9⃣0⃣* for Yashasvi Jaiswal
6⃣2⃣* for KL Rahul

We will be back tomorrow for Day 3 action! ⌛️

— BCCI (@BCCI) November 23, 2024

ત્રણેય સેશન ભારતના નામે
દિવસના ત્રણેય સેશન ભારતના નામે રહ્યા હતા. સવારના સેશનમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 104 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને પ્રથમ ઈનિંગ્સમાં 46 રનની લીડ મેળવી હતી. બીજું સેશન પણ ભારતના નામે રહ્યું હતું. કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી અને ટી ટાઈમ સુધીમાં એક પણ વિકેટ વિના ભારતના સ્કોરને 84 રન સુધી પહોંચાડી દીધો હતો. ટીમે ત્રીજા સેશનમાં તેની લીડ વધુ આગળ વધાવી હતી. ટીમ ઈન્ડિયાએ છેલ્લા સેશનમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 88 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના બોલરો વિકેટ માટે તડપતા રહ્યા.

બુમરાહે 5 વિકેટ લીધી
આ પહેલા ભારત માટે પ્રથમ ઈનિંગ્સમાં કેપ્ટન જસપ્રીત બુમરાહે પાંચ અને હર્ષિત રાણાએ ત્રણ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ ગઈકાલની રમત સાત વિકેટે 67 રનથી આગળ શરૂ કરી હતી. તેણે શરૂઆતમાં બે વિકેટ ગુમાવી દીધી અને તેનો સ્કોર નવ વિકેટે 79 રન થઈ ગયો હતો. ત્યારબાદ બુમરાહે એલેક્સ કેરીને વિકેટકીપર રિષભ પંતના હાથે કેચ કરાવ્યો હતો. કેરીએ 21 રન બનાવ્યા હતા. બુમરાહની આ પાંચમી વિકેટ હતી. બુમરાહે ગઈ કાલે ચાર વિકેટ લીધી હતી.

Since 2004, this is the first time that #TeamIndia openers have put up a 100-run stand in Australia.

Keep going, Yashasvi🤝Rahul.#AUSvIND | @ybj_19 | @klrahul pic.twitter.com/EXrPrUeskZ

— BCCI (@BCCI) November 23, 2024

હર્ષિતે ઈનિંગ્સ પૂરી કરી
હર્ષિત રાણાએ નાથન લિયોનને સ્લિપમાં કેએલ રાહુલના હાથે કેચ કરાવીને ઓસ્ટ્રેલિયાની નવમી વિકેટ લીધી હતી. પરંતુ આ પછી મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડે છેલ્લી વિકેટ માટે 25 રનની ભાગીદારી કરી અને યજમાન ટીમને 100ને પાર પહોંચાડી હતી. રાણાએ સ્ટાર્કને પંતના હાથે કેચ કરાવ્યો અને ઓસ્ટ્રેલિયાનો દાવ 104 રનમાં સમેટાઈ ગયો હચો. સ્ટાર્કે 112 બોલમાં 26 રન બનાવ્યા, જે તેની ટીમ માટે સર્વોચ્ચ સ્કોર હતો. હેઝલવુડ સાત રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી બુમરાહે 18 ઓવરમાં 30 રન આપીને પાંચ વિકેટ લીધી હતી, જ્યારે મોહમ્મદ સિરાજે 20 રન આપીને બે અને રાણાએ 48 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news