ઈજાગ્રસ્ત તો બહાનું છે, કેમ કેએલ રાહુલને ટીમ ઈન્ડિયામાં નથી કરાયો સિલેક્ટ, ચોંકાવનારો ખુલાસો
કેએલ રાહુલ આઈપીએલ 2022 બાદ આંતરરાષ્ટ્રીય મેચ રમી શક્યા નથી. ઘરેલૂ સીરીઝમાં સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા, પરંતુ કમરમાં થયેલી ઈજાના કારણે તેઓ રમી શક્યા નહોતા.
Trending Photos
KL Rahul: ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ પોતાના ક્રિકેટ કરિયરના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એવું નથી કે કેએલ રાહુલ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા છે, પરંતુ મેદાનની બહાર બની રહેલી અમુક ચીજો તેમને નેશનલ ટીમમાં વાપસી કરાવી રહી નથી. BCCI એ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. એવામાં કેએલ રાહુલની પસંદગી થઈ શકી નથી. હવે રાહુલે જાતે એ વાતનો ખુલાસો કર્યો છે કે તેમની ટીમમાં પસંદગી કેમ કરવામાં આવી રહી નથી.
આ પ્રવાસમાંથી પણ થયા હતા બહાર
કેએલ રાહુલ આઈપીએલ 2022 બાદ આંતરરાષ્ટ્રીય મેચ રમી શક્યા નથી. ઘરેલૂ સીરીઝમાં સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા, પરંતુ કમરમાં થયેલી ઈજાના કારણે તેઓ રમી શક્યા નહોતા. ઈજાના કારણે તે ઈંગ્લેન્ડ અને આયરલેન્ડ પ્રવાસનો પણ હિસ્સો બની શક્યા નહોતા. તેમના સ્થાને ટીમ ઈન્ડિયાના ઘણા યુવા ખેલાડી તૈયાર બેઠા છે. રાહુલને ઝિમ્બાબ્વે પ્રવાસમાં પણ ટીમનો હિસ્સો બનાવવામાં આવ્યો નથી. એવામાં બધાના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે શું તે એશિયા કપ અને ટી20 વર્લ્ડ કપમાં રમી શકશે કે નહીં?
રાહુલે ટ્વીટ કરીને આપી જાણકારી
કેએલ રાહુલે એક ઈમોશનલ ટ્વીટ કરી છે, જેમાં રાહુલે લખ્યું છે કે, હું પોતાના સ્વાસ્થ્ય અને ફિટનેસ વિશે અમુક વાતો સ્પષ્ટ કરવા માંગતો હતો. જૂનમાં મારી સર્જરી સફળ રહી અને હું વેસ્ટઈન્ડિઝ પ્રવાસ માટે ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી દીધી હતી. હું કોઈ પણ અવસ્થામાં ટીમ ઈન્ડિયા તરફથી રમવા માંગતો હતો.
⏳💙🇮🇳🙏🏽 pic.twitter.com/2ULENT5Puk
— K L Rahul (@klrahul) July 30, 2022
ઈજા નહીં આ કારણે ટીમમાં નથી થયા સામેલ
કેએલ રાહુલે પોતાના લેટરમાં જણાવ્યું છે કે, ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન પણ હું સંપૂર્ણ ફીટ થવાની તૈયારીમાં હતો, પરંતુ ત્યારબાદ કોવિડ 19ની ઝપેટમાં આવી ગયો. સ્વાભાવિક રૂપથી અમુક પરિસ્થિતિઓ તમને પાછળ ધકેલી દે છે, પરંતુ મારે જલ્દીમાં જલ્દી સ્વસ્થ થવું છે, અને જેટલું બની શકે તેટલું ટીમમાં પાછું સ્થાન મેળવવું છે. રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરવું સર્વોચ્ચ સમ્માન છે અને ટીમ ઈન્ડિયા તરફથી રમવાનો હું વધારે રાહ જોઈ શકું તેમ નથી.
કેએલ રાહુલની ગણતરી દુનિયાના ખતરનાર ઓપનર્સમાં થાય છે. તેમણે પોતાના દમ પર ટીમ ઈન્ડિયાને ઘણી મેચ જીતાડી છે. રાહુલે ત્રણેય ફોર્મટમાં ક્રિકેટ રમી છે. તે ભારતનો વાઈસ કેપ્ટન પણ છે. તેમણે ભારતીય ટીમ માટે 43 ટેસ્ટ મેચોમાં 2547 રન, 42 વનડે મેચોમાં 1634 રન અને 56 ટી20 મેચોમાં 1831 રન બનાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે