IPL 2019: મુંબઈ સામે સદી ફટકારીને રાહુલે ઠોક્યો વિશ્વકપમાં પસંદગીનો દાવો
કિંગ્સ ઈલેવન પંજાબના યુવા બેટ્સમેન કેએલ રાહુલે આજે પોતાના આઈપીએલ કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. રાહુલે 64 બોલની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 6 સિક્સ ફટકારી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ વિશ્વ કપ ટીમમાં પોતાની જગ્યા બનાવવા માટે પુરજોર કોશિષ કરી રહેલા કેએલ રાહુલે બુધવારે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ તોફાની બેટિંગ કરતા પોતાના ઈન્ડિયન પ્રીમિયર લીગ કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. રાહુલે 64 બોલમાં 6 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી અણનમ 100 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે ઓપનિંગ ભાગીદાર ક્રિસ ગેલ (63) સાથે પ્રથમ વિકેટ માટે 116 રનની પાર્ટનરશિપ કરી હતી. જેની મદદથી પંજાબે 20 ઓવરમાં 197 રનનો સ્કોર બનાવ્યો હતો. આઈપીએલની સિઝન-12ની ચોથી સદી છે. આ પહેલા સંજૂ સૈમસન, ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટો સદી ફટકારી ચુક્યા છે.
પોતાની આ સદી દરમિયાન તેણે પોતાની ખાસ મિત્ર અને 'પાર્ટનર ઇન ક્રાઇમ' હાર્દિક પંડ્યાને પણ નિશાન બનાવ્યો હતો. તેણે ઈનિંગની 19મી ઓવરમાં હાર્દિક પંડ્યાનું સ્વાગત છગ્ગાથી કર્યું હતું. ત્યારબાદ બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યા, ત્યારબાદ આગામી બે બોલ પર બે છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન હાર્દિકના ચહેરા પર તણાવ દેખાતો હતો. તેની આ ઓવરમાં કુલ 25 રન આવ્યા હતા. કિંગ્સની ઈનિંગ પૂરી થયા બાદ કેએલ રાહુલને પંડ્યા બંધુઓએ તેને પ્રથમ આઈપીએલ સદી માટે શુભેચ્છા પણ આપી હતી. પહેલા ક્રુણાલ પંડ્યા રાહુલને ગળે મળ્યો અને તુરંત બાદ હાર્દિક પંડ્યાએ પણ તેને ગળે લગાવ્યો હતો.
MUST WATCH : KL Rahul's majestic ton at Wankhede
Full video here ▶️▶️https://t.co/rCA01DMVxp #MIvKXIP pic.twitter.com/8zSt2Cg5pz
— IndianPremierLeague (@IPL) April 10, 2019
ઈનિંગની શરૂઆતમાં બંન્ને ઓપનરોએ ઝડપથી રન બનાવ્યા અને પંજાબનો સ્કોર 6 ઓવરમાં 50 રન પર પહોંચાડી દીધો હતો. ક્રિસ ગેલ શાનદાર લયમાં જોવા મળી રહ્યો હતો, તો રાહુલ થોડું ધીમું રમીને ગેલને સ્ટ્રાઇક આપવા પર વિશ્વાસ કર્યો ગતો. બંન્નેએ 10.2 ઓવરમાં ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડી દીધો હતો. ત્યારબાદ 116ના સ્કોર પર ગેલ આઉટ થયો હતો. ત્યારબાદ રાહુલે ટીમની જવાબદારી પોતાના પર લઈને શાનદાર સદીની સાથે ટીમને 200ને નજીક પહોંચાડી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે