વિરાટનો ઋણી રહેશે બુમરાહ, જેમ હું રમેશનો આભારી છું: હરભજન સિંહ

હરભજન સિંહનું માનવું છે કે જસપ્રીત બુમરાહ હંમેશા વિરાટ કોહલીનો ઋણી રહેશે, જેની મદદથી તેને હેટ્રિક મળી જેમ  તે 18 વર્ષ પહેલા અવિશ્વસનીય કેચ માટે સદગોપન રમેશનો આભારી છે.
 

વિરાટનો ઋણી રહેશે બુમરાહ, જેમ હું રમેશનો આભારી છું: હરભજન સિંહ

નવી દિલ્હીઃ હરભજન સિંહનું માનવું છે કે જસપ્રીત બુમરાહ હંમેશા વિરાટ કોહલીનો ઋણી રહેશે, જેની મદદથી તેને હેટ્રિક મળી જેમ  તે 18 વર્ષ પહેલા અવિશ્વસનીય કેચ માટે સદગોપન રમેશનો આભારી છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે પ્રથમ હેટ્રિક ઝડપનાર હરભજને બુમરાહના પ્રદર્શનની પ્રશંસા કરી જે આ સિદ્ધિ હાસિલ કરનાર ત્રીજો (ઇરફાન પઠાણ બીજો) બોલર બન્યો છે. વર્ષ 2001મા હરભજને શક્તિશાળી ઓસ્ટ્રેલિયા (રિકી પોન્ટિંગ, એડમ ગિલક્રિસ્ટ અને શેન વોર્ન) વિરુદ્ધ હેટ્રિક ઝડપી હતી. 

કેમ વિરાટનો આભારી રહેશે બુમરાહ?
શનિવારે બુમરાહે સતત ત્રણ બોલમાં ડેરેન બ્રાવો, સમારા બ્રૂક્સ અને રોસ્ટન ચેઝનની  વિકેટ ઝડપી હતી. હરભજને રવિવારે કહ્યું, 'આ હેટ્રિકનો શ્રેય બુમરાહની સાથે વિરાટને પણ જાય છે. બોલરને ન લાગ્યું કે બેટ્સમેન આઉટ છે પરંતુ કેપ્ટનને અંદરથી લાગી રહ્યું હતું કે તે આઉટ છે. જો વિરાટ ડીઆરએસ ન લેત તો શું થાત? કેપ્ટનનો આ નિર્ણય શાનદાર હતો જેની મદદથી તે શાનદાર પ્રયાસ કરી શક્યો.'

રમેશને આપ્યો હેટ્રિકનો શ્રેય
હરભજનને હજુ પણ લાગે છે કે રમેશના શાનદાર પ્રયાસ વગર તે આ ઈતિહાસ બનાવી શક્યો નહોત. તેણે કહ્યું, 'મને યાદ છે જ્યારે મેં દાદા (ગાંગુલી)ની સાથે ચર્ચા કર્યા બાદ બોલિંગ કરી હતી. સાચુ કહું તો રમેશ તે ટીમમાં એટલા ફિટ નહતા. છતાં પણ ફોરવર્ડ શોર્ટ લેગ પર તેમણે શાનદાર કેચ કર્યો, તો મેં તેમને કહ્યું હતું, 'દોસ્ત મારી હેટ્રિક તમારી મદદથી મળી.'

દ્રવિડનો જશ્ન જોવા લાયક હતો
આંતરરાષ્ટ્રીય સ્તર પર 711 વિકેટ ઝડપનાર હરભજને કહ્યું, 'તેથી મારૂ માનવું છે કે કેટલિક વસ્તુ એક સાથે થાય છે તો આવું કંઇક બને છે. ત્યારે તે રમેશનો શાનદાર કેચ હતો અને હવે આ વિરાટનો નિર્ણય રહ્યો.' હરભજને કહ્યું કે, રાહુલ દ્રવિડે જે રીતે હેટ્રિકનો આનંદ ઉઠાવ્યો તે ચોંકી ગયા હતા. તેણે કહ્યું, 'મેં રાહુલને આટલો ઉત્સાહિત ક્યારેય જોયો નથી, તે ખુશીથી ઉછળી રહ્યો હતો.' લગભગ, તેને ક્યારેય લાગ્યું ન હતું કે રમેશ આ પ્રકારનો કેચ ઝડપી શકે છે. 

ભારતીય ટીમ ભાગ્યશાળી છે કે ટીમમાં બુમરાહ છે
તે માને છે કે ભારતીય ક્રિકેટ ભાગ્યશાળી છે કે તેની પાસે બુમરાહ જેવો બોલર છે. તેણે કહ્યું, 'ભારતીય ક્રિકેટ ભાગ્યશાળી છે તે તેની પાસે બુમરાહ જેવો મેચ વિજેતા છે. હેટ્રિકથી તેની મહાનતા વધશે, તે શાનદાર બોલર છે. પહેલી મેચમાં સાત ઓવરમાં પાંચ વિકેટ અને આ મેચમાં 9 ઓવરમાં છ વિકેટ. તમે તેનાથી વધુ આશા ન રાખી શકો. તે હીરો છે.' 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news