જો રૂટે કહ્યુ, જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડને દરેક મેચમાં સાથે રમાડવા મુશ્કેલ


વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સિરીઝની શરૂઆતી મેચમાં ઈંગ્લેન્ડના ચાર વિકેટે થયેલા પરાજય બાદ એન્ડરસનને બીજી ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવ્યો છે. તો બ્રોડને બીજી ટેસ્ટમાં તક આપવામાં આવી. 

જો રૂટે કહ્યુ, જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડને દરેક મેચમાં સાથે રમાડવા મુશ્કેલ

માન્ચેસ્ટરઃ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે કહ્યુ કે, જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડમાં હજુ પણ ઘણી ક્ષમતા છે, પરંતુ તેણે સંકેત આપ્યા કે જોડીના રૂપમાં બંન્ને ઉતારવા લગભગ સંભવ ન હોય. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સિરીઝની શરૂઆતી મેચમાં ઈંગ્લેન્ડના ચાર વિકેટે થયેલા પરાજય બાદ એન્ડરસનને બીજી ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવ્યો છે. તો બ્રોડને બીજી ટેસ્ટમાં તક આપવામાં આવી. 

બ્રોડને 2012માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આપવામાં આવેલા આરામ બાદ પ્રથમવાર ઘરઆંગણે મેચમાં બહાર રાખવામાં આવ્યો હતો. તેને ઓલ્ડ ટ્રેફર્ડમાં બીજી ટેસ્ટમાં એન્ડરસનના સ્થાને ઉતારવામાં આવ્યો છે. 

રૂટે કહ્યુ, સ્ટુઅર્ટ અને જિમી પોતાના કરિયરને વધુમાં વધુ આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યાં છે, તેના માટે મહત્વનું છે કે વધુમાં વધુ રમતા રહે. રૂટે સંકેત આપ્યો કે, તેના કાર્યભારને ઓછો કરવા માટે ભવિષ્યમાં બંન્ને ફાસ્ટ બોલરોને રોટેટ કરવામાં આવશે. 

ENG vs WI: બીજી ટેસ્ટમાંથી જોફ્રા આર્ચર બહાર, સુરક્ષાના નિયમનો કર્યો ભંગ  

તેણે કહ્યુ, છેલ્લા કેટલાક વર્ષોમાં જે કંઇ થઈ રહ્યું છે, જેથી અમારે તેના માટે થોડુ અલગ કરવુ પડશે તો તેના વિશે વિચારવુ પડશે અને અમે તેને દરેક મેચમાં નહીં રમાડીએ અથવા દર વખતે તેને એક સાથે તક મળશે નહીં. 

કેપ્ટન રૂટે કહ્યુ, તે કહેવાનો અર્થ એ નથી કે આમ ફરી બીજીવાર થશે નહીં.તે બંન્ને વિશ્વ સ્તરીય ક્રિકેટર છે અને અમે ખુબ ભાગ્યશાળી છીએ કે તે અમારી ટીમમાં સામેલ છે. અમારે તેના ઉપયોગમાં સ્માર્ટ થવું પડશે અને અને અન્ય ખેલાડીઓને પણ રમાડવાની તક શોધીશું. 

એન્ડરસન અને બ્રોડ ઈંગ્લેન્ડ માટે ટોપ વિકેટ ઝડપનાર બોલર રહ્યાં છે, જેણે એક સાથે મળીને 116 ટેસ્ટ રમી છે અને 883 વિકેટ ઝડપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news