કપિલને પાછળ છોડી ઇશાંત બન્યો એશિયાની બહાર સૌથી સફળ ભારતીય ફાસ્ટ બોલર

ઇશાંત શર્માના નામે હવે 156 ટેસ્ટ વિકેટ છે. આ મેચ પહેલા તેના નામે 155 ટેસ્ટ વિકેટ હતી. તેણે હવે કપિલ દેવને પાછળ છોડી દીધા છે. 
 

 કપિલને પાછળ છોડી ઇશાંત બન્યો એશિયાની બહાર સૌથી સફળ ભારતીય ફાસ્ટ બોલર

નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ કપિલ દેવનો રેકોર્ડ તોડી દીધો છે. જમૈકા ટેસ્ટ મેચ પહેલા તે એશિયા બહાર સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા બોલરોમાં કપિલ દેવની સાથે સંયુક્ત રૂપથી બીજા સ્થાન પર હતો. 

રવિવારે ઇશાંતે કપિલ દેવને પાછળ છોડી દીધા છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાઇ રહેલી બે મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચના ત્રીજા દિવસે રવિવારે સબીના પાર્કમાં તેણે આ સિદ્ધિ હાસિલ કરી હતી. 

ઇશાંત ઈનિંગની 47મી ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝના જેહમર હેમિલ્ટનને આઉટ કરીને કપિલથી આગળ નિકળ્યો હતો. ઇશાંતના નામે હવે એશિયાની બહાર ટેસ્ટ ક્રિકેટમાં 156 વિકેટ છે. અનિલ કુંબલે આ લિસ્ટમાં 200 વિકેટની સાથે ટોપ પર છે. આ યાદીમાં ઝહીર ખાન ચોથા નંબર પર છે. તેણે 38 ટેસ્ટ મેચોમાં 147 વિકેટ ઝડપી છે. 

આ પહેલા ઇશાંતે મેચના બીજા દિવસે 57 રન બનાવ્યા હતા. આ ટેસ્ટ ક્રિકેટમાં તેની પ્રથમ અડધી સદી હતી. ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં 416 રન બનાવ્યા હતા. જવાબમાં વિન્ડીઝ ટીમ 117 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. 

તેણે 8મી વિકેટ માટે હનુમા વિહારી સાથે 112 રનની ભાગીદારી કરી હતી. વિહારીએ ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારતા 111 રન બનાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news