Ind vs Ban 3rd ODI: બાંગ્લાદેશ સામેની વન-ડે સીરિઝની અંતિમ મેચમાં ઈશાન કિશનની ધુઆંધાર બેવડી સદી

Ind vs Ban 3rd ODI: વન-ડે ક્રિકેટમાં ડબલ સેન્ચુરી મારનાર ઈશાન કિશાન ચોથા ભારતીય ખેલાડી બન્યાં. 9 છગ્ગા અને 23 ચોગ્ગાથી મદદથી ઈશાન કિશાને બેવડી સદી ફટકારી. ઈશાન કિશને માત્ર 126 બોલમાં આ બેવડી સદી ફટકારી. વિરાટ કોહલીએ પણ ખુબ જ લાંબા અંતરાલ બાદ વન-ડે ક્રિકેટમાં આ મેચમાં સદી ફટકારી.

Ind vs Ban 3rd ODI: બાંગ્લાદેશ સામેની વન-ડે સીરિઝની અંતિમ મેચમાં ઈશાન કિશનની ધુઆંધાર બેવડી સદી

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રણ મેચની વન-ડે સિરીઝની અંતિમ મેચમાં ઈશાન કિશને અનોખો વિક્રમ સ્થાપિત કર્યો છે. ટીમ ઈન્ડિયાના બેટર ઈનાન કિશને પોતાની કારકિર્દીની પહેલી બેવડી સદી ફટકારી છે. આ સાથે ઈશાન કિશન આ કારનામું કરનાર ચોથો ભારતીય બની ગયો છે. આ પહેલાં સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ અને રોહિત શર્મા આ કારનામો કરી ચૂક્યા છે. ત્યાર બાદ ઈશાન કિશનનું નામ આ લીસ્ટમાં હવે જોડાઈ ગયું છે. 9 છગ્ગા અને 23 ચોગ્ગાથી મદદથી ઈશાન કિશાને બેવડી સદી ફટકારી. ઈશાન કિશને માત્ર 126 બોલમાં આ બેવડી સદી ફટકારી. ઈશાન કિશન આ મેચમાં માત્ર 130 બોલમાં કુલ 10 છગ્ગા અને 24 ચોગ્ગાની મદદથી કુલ 210 રન બનાવીને આઉટ થઈ ગયો. વિરાટ કોહલીએ પણ ખુબ જ લાંબા અંતરાલ બાદ વન-ડે ક્રિકેટમાં આ મેચમાં સદી ફટકારી.

ઉલ્લેખનીય છેકે, ભારત અને બાંગ્લાદેશની વચ્ચે 3 વન-ડે મેચની સિરીઝની છેલ્લી મેચ આજે ચિત્તાગોંગમાં રમાઈ રહી છે. ભારત પહેલાંથી જ આ સીરીઝ હારી ચુક્યુ છે. જેને કારણે આ મેચ આમ તો માત્ર ઔપચારિક મેચ બની રહે તેવી સ્થિતિ હતી. જોકે, આજે અંતિમ મેચમાં ઈશાન કિશને ધુઆંધાર બેવડી સદી ફટકારીને મેચને રોમાંચક બનાવી દીધી છે. ટીમ ઈન્ડિયાને પહેલ ઝટકો શિખર ધવનના રૂપમાં પડ્યો હતો. શિખર ધવનનું કંગાળ ફોર્મ ચાલુ રહ્યું છે. તેઓ 3 રને આઉટ થયા હતા. ઈશાન કિશને પોતાના વન-ડે કરિયરની પહેલી સેન્ચુરી ફટકારી છે. તેણે 85 બોલમાં સદી ફટકારી હતી. જોકે આ પછી તેણે ધમાકેદાર બેટિંગ કરતા અત્યારે ડબલ સેન્ચુરીની નજીક પહોંચી ગયો છે. તેનો સાથ આપતા વિરાટ કોહલીએ પણ અર્ધસદી પૂરી કરી હતી. બન્ને વચ્ચે અત્યારે 200+ રનની પાર્ટનરશિપ થઈ ગઈ છે.

 

ઈશાન કિશન 5 મેચ પછી વન-ડે ટીમમાં પરત ફર્યો છે અને તેણે સદી ફટકારી છે. આ તેની પહેલી ઈન્ટરનેશનલ સદી પણ છે. ઈશાને 85 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ઈશાને છેલ્લી વન-ડે 22 ઓક્ટોબર 2022ના રોજ સાઉથ આફ્રિકા સામે દિલ્હીમાં રમી હતી. બાંગ્લાદેશમાં સદી ફટકારનાર તે 5મો ભારતીય ઓપનર બન્યો છે. તેના પહેલા સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર આ કારનામું કરી ચુક્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ બાંગ્લાદેશમાં વન-ડેમાં 1000 રન પૂરા કર્યા છે. તેઓ આ કારનામું કરનારા પહેલા ભારતીય બેટર બન્યા છે. આ સિરીઝ શરૂ થતાં પહેલા તેઓને 21 રનની જરૂર હતી. ત્યારે આજે તેમણે આ પડાવ પણ પાર કરી દીધો છે. અગાઉ બાંગ્લાદેશમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ શ્રીલંકાના દિગ્ગજ બેટર કુમાર સંગાકારાના નામે હતો. જેને આજે વિરાટ કોહલીએ તોડી દીધો છે.

  • રેકોર્ડ બુકઃ

- આ સિવાય વર્ષ 2015માં વેસ્ટઈન્ડિઝના ક્રિસ ગેઇલ (215) અને ન્યૂઝીલેન્ડનાં માર્ટિન ગપ્ટીલે (237*) પણ ફટકારી હતી ડબલ સેન્ચ્યુરી

- વનડે ક્રિકેટ ઇતિહાસમાં 9મી ડબલ સેન્ચ્યુરી ઈશાન કિશનનાં નામે

- જો કે વનડે માં સર્વાધિક રનનો રેકોર્ડ રોહિત શર્માને નામે છે

- રોહિત શર્માએ વર્ષ 2014માં કોલકાતાના મેદાનમાં શ્રીલંકા સામે 264 રન ફટકાર્યા હતા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news