Natasa Stankovic ફરીથી થઇ પ્રેગ્નેંટ? Hardik Pandya ની ગર્લફ્રેંડના PHOTO જોઇ લોકો કરી રહ્યા છે સવાલ

ડાન્સર મોડલ નતાશા સ્ટૈનકોવિક (Natasha Stankovic) અને ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ભારતીય સેલેબ્સમાં સામેલ છે જેમણે લગ્ન કર્યા વિના તેમના બાળકનું સ્વાગત કરવાનો નિર્ણય લીધો છે. બંને એક બાળકના માતા-પિતા છે. ત્યા

Natasa Stankovic ફરીથી થઇ પ્રેગ્નેંટ? Hardik Pandya ની ગર્લફ્રેંડના PHOTO જોઇ લોકો કરી રહ્યા છે સવાલ

નવી દિલ્હી: ડાન્સર મોડલ નતાશા સ્ટૈનકોવિક (Natasha Stankovic) અને ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ભારતીય સેલેબ્સમાં સામેલ છે જેમણે લગ્ન કર્યા વિના તેમના બાળકનું સ્વાગત કરવાનો નિર્ણય લીધો છે. બંને એક બાળકના માતા-પિતા છે. ત્યારે હવે તેમની ક્રિસમસ સેલિબ્રેશનની તસવીરોમાં કંઈક એવું જોવા મળી રહ્યું છે, જેને જોઈને લોકો તેના ઘરે બીજી વખત સારા સમાચાર આવવાની વાત કરી રહ્યા છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

ક્રિસમસ પાર્ટીમાં જોવા મળ્યો નતાશાનો બેબી બમ્પ
જોકે થોડા દિવસો અગાઉ આ કપલે ધામધૂમથી ક્રિસમસની ઉજવણી કરી હતી. આ સેલિબ્રેશનની તસવીરો પણ ઈન્ટરનેટ પર શેર કરવામાં આવી હતી. પરંતુ આ તસવીરોમાં ફેન્સે કંઈક એવું જોયું છે જે તેમને ઉત્સાહિત કરી રહ્યું છે. ક્રિસમસની આ તસવીરોમાં નતાશા સ્ટેનકોવિકનો બેબી બમ્પ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. હવે લોકો સવાલ કરી રહ્યા છે કે શું નતાશા બીજી વખત પ્રેગ્નન્ટ છે?

ગર્ભાવસ્થાની કરી નથી જાહેરાત
આ તસવીરોને જોઈને ફેન્સ ભલે કંઇપણ અંદાજો લગાવી રહ્યા હોય, પરંતુ આ કપલે અત્યાર સુધી પ્રેગ્નન્સી વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. હાર્દિક અને નતાશા બંનેના ફેન્સ આ તસવીરને જોરદાર શેર કરી રહ્યા છે. સાથે જ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ તસવીરોમાં હાર્દિક-નતાશા અને તેમના મહેમાનો ક્યૂટ પપીઝને ખોળામાં લીધેલા જોવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news