શું કોરોના વાયરસને કારણે ટળશે આઈપીએલ? અત્યાર સુધીના 5 મોટો અપડેટ્સ


કોરોના વાયરસે આઈપીએલ પ્રેમીઓની ચિંતાઓ વધારી દીધી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેને મહામારી જાહેર કરી દીધો છે અને ભારતે સાવધાનીના ભાગ રૂપે વિદેશી નાગરિકોના વિઝા 15 એપ્રિલ સુધી રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. 
 

શું કોરોના વાયરસને કારણે ટળશે આઈપીએલ? અત્યાર સુધીના 5 મોટો અપડેટ્સ

નવી દિલ્હીઃ વિશ્વભરમાં ડરનો માહોલ ઊભો કરનાર ઘાતક કોરોના વાયરસ (કોવિડ-19)ના ચેપના મામલા ભારતમાં પણ ઝડપથી વધી રહ્યાં છે. અહીં અત્યાર સુધી કુલ 73 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાયરસની ઝપેટમાં આઈપીએલ પણ આવી શકે છે. હવે તેવી અટકળોએ જોર પકડ્યું છે કે લગભગ આ વખતે ટી20 લીગનું આયોજન આગળના સમય માટે સ્થગિત કરવામાં આવે. 

ચીનથી થઈને વિશ્વ ભરમાં ફેલાયેલા આ વાયરસને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મહામારી જાહેર કરી દીધી છે. આ વચ્ચે ભારત સરકારે પણ કોરોના વાયરસને સમય રહેતા નિયંત્રિત કરવા માટે 15 એપ્રિલ સુધી વિદેશીઓના વિઝા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેવામાં તે વાતથી ઇનકાર ન કરી શકાય કે આઈપીએલ પર તેની અસર પડશે નહીં. આઈપીએલ પર કોરોના વાયરસ સાથે જોડાયેલા 5 મોટા અપડેટ્સ..... 

15 એપ્રિલ સુધી વિઝા સસ્પેન્ડ શું વિદેશી ખેલાડી આઈપીએલમાં આવશે?
તેવામાં સવાલ ઉઠે છે કે આ લીગમાં રમતા વિદેશી ખેલાડી ભારત આવશે? આમ તો આઈપીએલ રમનાર ખેલાડી બિઝનેસ વિઝા પર ભારત આવે છે અને સરકારે રાજદ્વારીઓ, સત્તાધિશો, સંયુક્ત રાષ્ટ્ર સહિત આંતરરાષ્ટ્રીય સંગઠનો, રોજગાર અને પ્રોજેક્ટ્સ સંબંધિત વિઝાને આ નિર્ણયથી બહાર રાખ્યા છે. તેવામાં આઈપીએલના વિદેશી ખેલાડીઓ પાસે રોજગાર હેઠળ ભારત આવવાનો રસ્તો બચે છે. 

દરરોજ વધી રહ્યાં છે પોઝિટિવ કેસ
કોવિડ-19 કોરોના વાયરસના મામલા દિવસે-દિવસે વધી રહ્યાં છે. ગુરૂવારે દેશભરમાં કોરોના પીડિતોની સંખ્યા 73 પર પહોંચી છે. જો આ મામલામાં વધારો થતો રહેશે તો સંભવ છે કે સરકાર કેટલિક અન્ય કેટેગરીના વિઝા પર પણ પ્રતિબંધ લગાવી દે. 

મદ્રાસ હાઈકોર્ટે બીસીસીઆઈને પૂછ્યો સવાલ
એક પીઆઈએલ પર ગુરૂવારે સુનાવણી કરતા મદ્રાસ હાઈકોર્ટે બીસીસીઆઈને પૂછ્યું કે જો કોરોના વાયરસ સતત ફેલાવા છતાં શું બીસીસીઆઈ આઈપીએલ લીગનું આયોજન કરી રહી છે. જો હાં, તો દર્શકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શું-શું પગલાં ભરવામાં આવશે. શું તે સ્ટેડિયમમાં ઘુસતા પહેલા દર્શકોનું સ્ક્રીનિંગ કરશે. હાઈકોર્ટે બીસીસીઆઈને 23 માર્ચ સુધી આ જણાવવા માટે કહ્યું છે. 

દર્શકો વિના આઈપીએલ મેચ કે સ્થગિત પર વિચાર કરી રહી છે મહારાષ્ટ્ર સરકાર
મહારાષ્ટ્રમાં કોરોનાના 10 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેવામાં મહારાષ્ટ્ર સરકાર પોતાના રાજ્યમાં આઈપીએલના આયોજનને લઈને ચિંતિત જોવા મળી રહી છે. બુધવારે રાજ્ય સ,રકાર કેબિનેટે આ મુદ્દા પર બેઠક કરી અને આ બેઠક બાદ રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેએ પણ કહ્યું કે, આ સ્થિતિમાં આઈપીએલને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લેવો પડી શકે છે. 

ટોપેએ જણાવ્યું, સરકારની પાસે બે વિકલ્પ છે- આઈપીએલ મેચોને સ્થગિત કરવી કે પછી તેને ટીવી સુદી સીમિત રાખવી. એટલે કે મહારાષ્ટ્રમાં યોજાનારી મેચોમાં દર્શકોને મેદાનમાં જવાની મંજૂરી હશે નહીં. એટલે કે લોકો માત્ર ટીવી પર મેચ જોઈ શકશે. 

મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં હાજર હતો કોરોના પીડિત, થઇ પુષ્ટિ

શનિવારે IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક- સ્થિતિ થશે સ્પષ્ટ
શનિવાર (14 માર્ચ)એ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં કોરોના વાયરસ સંબંધિત તમામ પાસાંઓ પર ગંભીર ચર્ચા કરવામાં આવશે. અત્યાર સુધી બીસીસીઆઈ તે કહેતું રહ્યું છે કે તે આઈપીએલને નક્કી સમય પર કરાવવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ શનિવારે તેના પર સ્થિતિ સ્પષ્ટ થશે. આ બેઠકમાં ખેલાડીઓના સ્વાસ્થ્ય સિવાય દર્શકો, આઈપીએલ સ્ટાફ, ચીયર લીડર્સ વગેરે તમામ મુદ્દા પર ધ્યાન આપવામાં આવશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news