IPL 2020 RCB VS SRH: આ હોઇ શકે છે આ બંને ટીમોના સંભવિત પ્લેઇંગ ઇલેવન
આઇપીએલ 2020 (IPL 2020) ની ત્રીજી મેચમાં સનરાઇઝર્સ હૈદ્વાબાદ (SRH) અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોર (RCB) ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. એવામાં બંને ટીમો આજનો મુકાબલો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવશે.
Trending Photos
દુબઇ: આઇપીએલ 2020 (IPL 2020) ની ત્રીજી મેચમાં સનરાઇઝર્સ હૈદ્વાબાદ (SRH) અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોર (RCB) ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. એવામાં બંને ટીમો આજનો મુકાબલો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવશે.
આજનો મુકાબલો દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમાં રમાશે. આ સ્ટેડિયમની પિચ પર ઘાસ રહેશે જેથી ફાસ્ટ બોલરને મદદ મળવાની આશા છે. દિલ્હી (DC) અને પંજાબ (KXIP) વચ્ચે મુકાબલો પણ આ મેદાન પર થયો હતો અને મુકાબલમાં ફાસ્ટ બોલરોનો રોલ મહત્વપૂર્ણ રહ્યો હતો. એવામાં આજે બંને ટીમો આ મુકાબલામાં એક વધારાના ફાસ્ટ બોલરોને જગ્યા આપી શકે છે.
બેંગ્લોરની તરફથી ફાસ્ટ બોલરોની યાદીમાં નવદીપ સૈની અને ઉમેશ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. તો બીજી તરફ ટીમમાં શિવમ દુબે અને ક્રિસ મોરિસને પણ સ્થાન મળે શકે છે. આ બંને ખેલાડી ફાસ્ટ બોલીંગ સાથે બેટીંગમાં પણ ટીમને યોગદાન આપી શકે છે. સ્પિનમાં યુજવેંદ્ર ચહલ અને વોશિંગ્ટન સુંદર મેદાન પર ઉતરી શકે છે સાથે જ ઓલરાઉન્ડર મોઇન અલી પણ સ્પિન કરતાં જોવા મળી શકે છે.
હૈદ્વાબાદની ટીમ પણ બોલીંગના મામલે ખૂબ મજબૂત છે. ફાસ્ટ બોલરના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમારના હાથમાં રહેશે અને તેમનું સાથ આપવા માટે સંદીપ શર્મા અને ખલીલ અહમદને તક મળી શકે છે. ઓલરાઉન્ડર વિજય શંકર પણ રમતા જોવા મળી શકે છે. તો બીજી તરફ સિદ્ધાર્થ કૌલ અને બાસિલ થંપીને બહાર બેસવું પડી શકે છે. આ ઉપરાંત ટીમમાં ટી-20 ટોપ સ્પિન બોલર રાશિદ ખાન અને ઓલરાઉન્ડર મોહમંદ નબી પણ સામેલ છે, જે કોઇપણ સમયે મેચને પલટી શકે છે.
બંને ટીમની બોલીંગ જેટલી મજબૂત જોવા મળે છે બેટ્સમેન તેનાથી પણ વધુ વિસ્ફોટક છે. બેંગ્લોરમાં વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ સાથે-સાથે આ વર્ષે આરોન ફિંચ પણ ટીમનો ભાગ છે. દુનિયાના ટોપ ત્રણ બેટ્સમેન જ્યારે એક ટીમમાં રમશે તો ફેન્સ આશા રાખશે કે મુકાબલામાં મોટામોટા શોર્ટ જોવા મળે.
સનરાઇઝર્સ હૈદ્વાબાદની સંભવિત પ્લેઇંગ ઇલેવન:
ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેયરસ્ટો, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, વિજય શંકર, મોહમંદ નબી, રાશિદ ખાન, ખલીલ અહમદ, ભુવનેશ્વર કુમાર અને સંદીપ શર્મા,
રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની સંભવિત પ્લેઇંગ ઇલેવન:
આરોન ફિંચ, દેવદત્ત, પાર્થિવ પટેલ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ, મોઇન અલી, શિવમ દુબે, ક્રિસ મોરિસ, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, ઉમેશ યાદવ અને યુજવેંદ્ર ચહલ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે