IPL: આગામી સીઝનમાં પંજાબ સાથે છેડો ફાડશે કેએલ રાહુલ, હવે બનશે આ ટીમનો કેપ્ટન!
IPL 2022 માં સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલનું પંજાબ કિંગ્સમાંથી બહાર થવાનું નક્કી છે. તેવામાં રાહુલને હવે એક નવી ટીમ સાથે રમતો જોઈ શકાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ આઈપીએલ 2021નું ટાઇટલ એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સે જીત્યું હતું. હવે આગામી સીઝન શરૂ થતાં પહેલા એક મેગા ઓક્શન થશે ત્યારબાદ બધી ટીમો બદલી જશે. ખાસ વાત છે કે આગામી આઈપીએલમાં અમદાવાદ અને લખનઉ નામની બે ટીમો પણ સામેલ થશે. તેવામાં આ ટીમોમાં મોટા-મોટા ખેલાડી જોવા મળશે. પરંતુ આ વચ્ચે કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
રાહુલ છોડશે પંજાબનો સાથ
ખબર છે કે કેએલ રાહુલ આગામી વર્ષે પંજાબ કિંગ્સ સાથે રમશે નહીં. આ સાથે પંજાબને લાંબા સમય બાદ એક નવો કેપ્ટન મળશે. હકીકતમાં પંજાબ કિંગ્સના સહ-માલિક નેસ વાડિયાએ એક નિવેદનમાં સંકેત આપ્યા કે તેની ટીમ આગામી વર્ષે રાહુલને ડ્રોપ કરી શકે છે. વાડિયાએ એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ- હું જણાવી દઉં કે રાહુલ સિવાય અન્ય ખેલાડી પણ છે. એક ખેલાડીથી ક્યારેય ટીમ બનતી નથી. દરેક ખેલાડીનું એક મૂલ્ય હોય છે. કોઈપણ ટીમ જે એક ખેલાડી પર વધુ નિર્ભર કરે છે, તે એક પોઈન્ટ પર જઈને બોઝ સાબિત થાય છે.
કેએલ રાહુલ પર લાગશે બોલી
તેવામાં આગામી વર્ષે મેગા ઓક્શનમાં કેએલ રાહુલના નામ પર બોલી લાગશે. રિપોર્ટમાં સામે આવ્યું કે, કેટલીક બીજી ટીમ રાહુલને પોતાની ટીમમાં જોડવા માટે સીધી વાત પણ કરી ચુકી છે. કેએલ રાહુલે બેટથી આ વર્ષે આઈપીએલમાં ધમાલ મચાવી હતી. તેણે 13 મુકાબલામાં 62.6 ની એવરેજથી 626 રન બનાવ્યા હતા.
દરેક સીઝનમાં 500થી વધુ રન
કેએલ રાહુલના બેટથી પંજાબ માટે દરેક સીઝનમાં 500થી વધુ રન નિકળ્યા છે. તે 2018માં આ ટીમમાં જોડાયો હતો અને ત્યારથી દરેક સીઝનમાં રન બનાવ્યા છે. રાહુલે 2018માં 659 રન, 2019માં 593 રન, 2020માં 670 રન અને 2021માં 626 રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ નીરજ ચોપડા, ક્રિકેટર મિતાલી રાજ સહિત 11 દિગ્ગજ ખેલ રત્ન એવોર્ડ માટે નોમિનેટ, ભાવિના પટેલને અર્જુન એવોર્ડ
બની શકે છે આ ટીમનો કેપ્ટન
કેએલ રાહુલ શાનદાર બેટરની સાથે એક સારો કેપ્ટન પણ છે. તેવામાં તેને 2022ના ઓક્શનમાં ઘણી ટીમ સામેલ કરવા ઈચ્છશે. આઈપીએલમાં આ સમયે ત્રણ ટીમો એવી છે, જેનો કેપ્ટન રાહુલ બની શકે છે. તેમાં સૌથી પ્રમુખ નામ અમદાવાદ અને લખનઉ ટીમનું છે. આ સિવાય આરસીબી પણ રાહુલને પોતાનો કેપ્ટન બનાવી શકે છે. કારણ કે નિયમિત કેપ્ટન વિરાટ કોહલી આગામી સીઝનમાં ટીમની કમાન સંભાળશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે