Gautam Gambhir એ Virat Kohli ની ટીમને આપ સલાહ, આ વિસ્ફોટક ખેલાડીને RCB માં કરો સામેલ

ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે (Gautam Gambhir) ગઇકાલે ગુરૂવારના યોજાનાર IPL હરાજી પહેલા વિરાટ કહોલીની કેપ્ટનશીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમને સલાહ આપતા કહ્યું કે, તેણે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) જેવા વિસ્ફોટક ખેલાડીને ખરીદવા જોઇએ

Gautam Gambhir એ Virat Kohli ની ટીમને આપ સલાહ, આ વિસ્ફોટક ખેલાડીને RCB માં કરો સામેલ

ચેન્નાઈ: ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે (Gautam Gambhir) ગઇકાલે ગુરૂવારના યોજાનાર IPL હરાજી પહેલા વિરાટ કહોલીની કેપ્ટનશીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમને સલાહ આપતા કહ્યું કે, તેણે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) જેવા વિસ્ફોટક ખેલાડીને ખરીદવા જોઇએ.

RCB માટે સારો છે મેક્સવેલ
ગૌતમ ગંભીરનું (Gautam Gambhir) માનવું છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને (RCB) બેટિંગમાં વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ પર દબાણ ઓછુ કરવા માટે ગુરૂવારના યોજાનાર હરાજીમાં ઓસ્ટ્રેલીયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ જેવી કોઈ ખેલાડીને ટીમમાં રાખવો જોઇએ. ટી-20 ક્રિકેટમાં પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ તે 292 ખેલાડીઓમાં સામેલ છે, જેમને આઇપીએલ નીલામીમાં શામેલ કરવામાં આવ્યા છે.

કહોલીએ કરવું જોઇએ ઓપનિંગ
ગંભીરે કહ્યું કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ફ્રેન્ચાઈઝી ગ્લેન મેક્સવેલ જેવા કોઈ ખેલાડીને રાખવો જોઇએ, કેમ કે, તેને વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ પર દબાણ ઘટાડવું પડશે. ટીમ કોમ્બિનેશનને જોતા કહોલીએ ઓપનિંગ બેટિંગ કરવું જોઇએ, જો કે, આ ટીમ મેનેજમેન્ટ અને કપ્ટન પર નિર્ભર કરે છે.

મેક્સવેલ 'એક્સ ફેક્ટર' ખેલાડી
ગંભીરે સ્ટાર સ્પોર્ટના શોમાં કહ્યું, હા, કોહલીનું ઇનિંગમાં ઓપનિંગ કરવું સારુ રહેશે. તે દેવદત્ત પડ્ડિકલની સાથે ઇનિંગની શરૂઆત કરે અને ત્યારબાદ તેની પાસે એબી ડિવિલિયર્સ છે. તમે મેક્સવેલ જેવા એક્સ ફેક્ટર ઇચ્છશો અને ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર તે પ્રભાવ છોડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news