IPL 2019: ફાઇનલ પહેલા પોતાના ખેલાડીઓને બોલ્યો રોહિત- 'આ સિઝનમાં બસ વધુ એકવાર'
આઈપીએલમાં રવિવારે રમાનારી ફાઇનલ (MI vs CSK) મેચ પહેલા મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટ્વીટ કરીને પોતાની ટીમને ફરી એકવાર બધી તાકાત લગાવવા માટે અવાજ ઉઠાવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની કટ્ટરતા કોઈથી છુપાયેલી નથી. બંન્ને ટીમો મેદાન પર જ્યારે એક-બીજા વિરુદ્ધ ટકરાય, તો રોમાંચ પોતાના ચરમ પર હોય છે. મુંબઈ અને ચેન્નઈની ટીમો આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમોમાં સામેલ છે અને બંન્ને સૌથી વધુ 3-3 વખત આઈપીએલનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. રવિવારે રમાનારી ફાઇનલ બાદ બંન્નેમાંથી કોઈ એક ટીમની ધાક વધુ વધી જશે.
ફાઇનલ પહેલા મુંબઈના કેપ્ટન રોહિત શર્મા મેચ પર પૂરી રીતે ફોકસ છે અને તેણે પોતાની ટીમને આ મેચમાં પૂરી તાકાત દેખાડવાની અપીલ કરી છે. રોહિતે પોતાના ટ્વીટર એકાઉન્ટ મુંબઈ ઈન્ડિયન્સને ટેગ કરતા લખ્યું, 'આ સિઝનમાં બસ એક વાર વધુ મુંબઈ ઈન્ડિયન્સ.'
One last time this season @mipaltan pic.twitter.com/u6tCGcRBDX
— Rohit Sharma (@ImRo45) May 10, 2019
આ વખતે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ બંન્નેમાં દર વખતે કાંટાની ટક્કર હોય છે અને ફાઇનલમાં આ જંગ વધુ રસપ્રદ જોવા મળશે. તે વાતથી ઇનકાર ન કરી શકાય કે મુંબઈની ટીમ ફાઇનલમાં ફેવરિટ બનીને ઉતરશે.
આ સિઝનમાં મુંબઈ અને ચેન્નઈની ત્રણ વખત ટક્કર થઈ છે અને ત્રણેય વખત મુંબઈએ ચેમ્પિયન ચેન્નઈને માત આપી છે. તેમાંથી બે વાર (લીગ સ્ટેજ અને ક્વોલિફાયર 1માં) મુંબઈએ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈને તેના ઘરમાં હરાવ્યું છે.
બંન્ને ટીમો વચ્ચે આઈપીએલ ફાઇનલ મેચોનો ઈતિહાસ જુઓ તો અહીં પણ મુંબઈનું પલડું ભારે જોવા મળે છે. બંન્ને ટીમોએ આ પહેલા ત્રણ મુકાબલા રમ્યા છે. આ ત્રણ ફાઇનલમાં 2 વખત તો મુંબઈ અને એક વાર ચેન્નઈની ટીમ જીતી છે.
ચેન્નઈએ વર્ષ 2010માં મુંબઈ વિરુદ્ધ પ્રથમ વખત ફાઇનલ જીતીને પ્રથમવાર આઈપીએલનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ત્યારબાદ 2013 અને 2015માં પણ બંન્ને ટીમો વચ્ચે ફાઇનલ મુકાબલો રમાયો અને મુંબઈએ બાજી મારી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે