IPL Auction : ઓસ્ટ્રેલિયાનો દબદબો, કમિન્સ સૌથી મોંઘો, જાણો ટોપ-10માં કેટલા ભારતીય
ભારતીય ખેલાડીઓમાં લેગ સ્પીનર પિયુષ ચાવલા સૌથી મોંઘો રહ્યો. તેને ચેન્નઈની ટીમે ખરીદ્યો છે. તેના સિવાય એક પણ ભારતીય ખેલાડી પર 5 કરોડથી વધુની બોલી લાગી નથી.
Trending Photos
કોલકાતાઃ દુનિયાની સૌથી લોકપ્રિય ટી20 લીગ આઈપીએલની આગામી સિઝન માટે ગુરુવારે 19 ડિસેમ્બરના રોજ હરાજી યોજાઈ હતી. કોલકાતામાં યોજાયેલી આ હરાજીમાં 338 ખેલાડીઓના નામ એક-એક કરીને બોલવામાં આવ્યા હતા. જોકે, માત્ર 33 ખેલાડીઓ પર જ બોલી લગાવવામાં આવી હતી. આ ખેલાડીઓમાં સૌથી મોટી બોલી ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ પર લાગી હતી. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે રૂ.15.50 કરોડમાં ખરીદ્યો છે. સમગ્ર હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનો દબદબો રહ્યો છે.
સૌથી મોંઘા વેચાનારા ટોપ-10 ખેલાડી પર નજર નાખીએ તો આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો જોવા મળે છે. આ 10 ખેલાડીમાં 4 ઓસ્ટ્રેલિયાના, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝના 202 ખેલાડી સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. દક્ષિણ આફ્રિકા અને ભારતના 1-1 ખેલાડીને ટોપ-10માં સ્થાન મળ્યું છે.
ટોચના 10 મોંઘા ખેલાડીઓની આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ, ગ્લેન મેક્સવેલ, નાથન કુલ્ટર નાઈલ, માર્ક્સ સ્ટોઈનિસનો સમાવેશ થાય છે. કમિન્સને KKRએ ખરીદ્યો છે. મેક્સવેલને પંજાબ, કુલ્ટર નાઈલને મુંબઈ અને સ્ટોઈનિસને દિલ્હી ટીમમાં સ્થાન મળ્યું છે.
ભારતીય ખેલાડીઓમાં લેગ સ્પીનર પિયુષ ચાવલા સૌથી મોંઘો રહ્યો. તેને ચેન્નઈની ટીમે ખરીદ્યો છે. તેના સિવાય એક પણ ભારતીય ખેલાડી પર 5 કરોડથી વધુની બોલી લાગી નથી.
દક્ષિણ આફ્રિકાનો ક્રિસ મોરિસ ત્રીજો એવો ખેલાડી છે, જેને 10 કરોડની રકમ મળી છે. તેના બેંગલુરુએ બોલી લગાવી હતી. ઈંગ્લેન્ડના ઓલ રાઉન્ડર સેમ કરનને ચેન્નઈએ 5.5 કરોડ અને ઈયોન મોર્ગનને કોલકાતાએ 5.25 કરોડમાં ખરીદ્યો છે.
ટોપ-10માં વેસ્ટ ઈન્ડીઝના 2 ખેલાડીઓએ સ્થાન મેળવ્યું છે. વેસ્ટ ઈન્ડીઝનો બોલર શેલ્ડન કાટ્રેલને રૂ.8.50 કરોડમાં પંજાબે ખરીદ્યો છે. શિમરોન હેટમાયરને દિલ્હીએ 7.75 કરોડમાં ખરીદ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે