IPL Auction 2023: કયા ખેલાડી પર લાગશે સૌથી વધુ દાવ? કોણ હતા અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડીઓ

IPL Auction Today: IPL માં કઈ ફ્રેન્ચાઈઝ કયા ખેલાડીને કેટલાં રૂપિયા આપીને ખરીદે છે અને કયા ખેલાડીને ઓકશનમાં સૌથી વધારે કિંમત મળે છે એ જોવું રસપ્રદ રહેશે. IPLની 2023ની સીઝન માટે ખેલાડીઓની હરાજી 23ડિસેમ્બર એટલેકે આજે થવાની છે. 

IPL Auction 2023: કયા ખેલાડી પર લાગશે સૌથી વધુ દાવ? કોણ હતા અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડીઓ

2023 IPL Auction Begins Today: ફૂટબોલ વર્લ્ડ કપ પુરો થયા પછી હવે ખેલ રસિકો માટે આઈપીએલની ધમાલ શરૂ થશે. ક્રિકેટના આ શોર્ટ ફોર્મેટમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ અને વિકેટોની વણઝાર જોવા મળશે. આજે આઈપીએલ સિઝન 2023નું ઓકશન થશે. જેમાં ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. ત્યારે સૌ કોઈની નજર ખેલાડીઓ અને ફ્રેન્ચાઈઝ કંપનીઓ પર મંડરાયેલી છે. કઈ ફ્રેન્ચાઈઝ કયા ખેલાડીને કેટલાં રૂપિયા આપીને ખરીદે છે અને કયા ખેલાડીને ઓકશનમાં સૌથી વધારે કિંમત મળે છે એ જોવું રસપ્રદ રહેશે. IPLની 2023ની સીઝન માટે ખેલાડીઓની હરાજી 23ડિસેમ્બર એટલેકે આજે થવાની છે. 

ઉલ્લેખનીય છેકે, ગત વખતની જેમ આ વખતે મોટી હરાજી નહીં થાય. આ વખતે 10 ટીમ પાસે કુલ 87 સ્થાન ખાલી છે. હરાજી માટે 405 ખેલાડીઓ શોર્ટલિસ્ટ કર્યા છે. ગઈ વખતે તેનું આયોજન બેંગ્લુરમાં થયું હતું, આ વખતે કોચ્ચીમાં ખેલાડીઓ પર બોલી લાગશે. હરાજીમાં ગત વખતે ઈશાન કિશનને સૌથી વધારે કિંમત મળી હતી. આ વખતે જોવાનું છે કે કોણ સૌથી વધારે પૈસા લઈ જાય છે. તે પહેલા અમે તમને એવા ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ જેમને દરેક હરાજીમાં સૌથી વધુ કિંમત મળી છે.

મહેન્દ્રસિંહ ધોની (2008):
મહેન્દ્રસિંહ ધોનીએ 2007માં ભારતીય ટીમને ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવ્યું હતું. IPLમાં પ્રથમ સીઝન માટે ખલાડીઓની બોલી લાગી હતી તે સમયે ચેન્નઈ સુપરકિંગ્સે તેમને 9.5 કરોડ રુપિયામાં તેમની ટીમમાં સામેલ કર્યો હતો.

કેવિન પીટરસન અને એન્ડ્રુ ફ્લિન્ટોફ (2009):
2009માં તે સમયે બે ઈંગ્લિશ સ્ટાર કેવિન પીટરસન અને એન્ડ્રુ ફ્લિન્ટોફ પર પૈસાનો વરસાદ થયો હતો. એન્ડ્રુ ફ્લિન્ટોફને ચેન્નઈ સુપરકિંગ્સે અને પીટરસનને રોયલ ચેલેન્જર બેંગ્લોરે પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. RCBએ પીટરસને 9.8 કરોડ રુપીયામાં તો CSK એટલી જ રકમમાં ફ્લિન્ટોફને પણ ખરીદ્યો હતો.

શેન બોન્ડ અને કિરોન પોલાર્ડ (2010):
કોલકત્તા નાઈટરાઈડર્સે ન્યુઝીલેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર શેન બોન્ડ અને મુંબઈ ઈંન્ડિયને વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ પર બોલી લાગી હતી. મિની ઓક્શનમાં બંન્નેને 4.8 કરોડ રૂપીયા મળ્યા હતા. કિરોન પોલાર્ડે વર્ષ 2022માં IPLમાંથી સંન્યાસ લીધો છે.

ગૌતમ ગંભીર (2011):
2011માં ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરની કિસ્મત ચમકી હતી. કોલક્તા નાઈટરાઈડર્સે સૌરવ ગાંગુલીને ટીમમાંથી હટાવી દીધો હતા. આવી સ્થિતિમાં કોલકાતાએ ગૌતમ ગંભીર પર સટ્ટો રમ્યો હતો. અને ગૌતમ ગંભીરને 14.9 કરોડ રુપીયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

રવીન્દ્ર જાડેજા (2012):
ચેન્નાઈ સુપર કિંગ્સે ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વર્ષ 2012માં 12.8 કરોડ રૂપીયા ખર્ચીને ટીમ જાડેજાને તેમની સાથે જોડ્યો હતો. જાડેજા બાદમાં ચેન્નાઈનો સ્ટાર ખેલાડી સાબિત થયો અને 2022ની સિઝનમાં કેપ્ટન પણ બન્યો. જોકે તે કેપ્ટનશિપમાં વધુ સફળ થઈ શક્યો નહોતો.

ગ્લેન મેક્સવેલ (2013):
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને મુંબઈ ઈન્ડિયને 2013ના મિની ઓક્શનમાં 6.3 કરોડ રુપીયમાં પોતાની સાથે જોડ્યો હતો. જો કે આગળની સીઝનમાં મુંબઈએ મેક્સવેલને બહાર કર્યો હતો.

યુવરાજ સિંહ (2014):
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહને રોયલ ચેલેન્જર બેંગ્લોરે 14 કરોડ રુપીયા ખર્ચ કરીને પોતાની સાથે જોડ્યો હતો. જો કે તે ટીમ માટે વધારે કંઈ કરી શક્યો નહીં અને આગળની સીઝનમાં ફ્રેન્ચાઈઝીએ તેમને બહાર કર્યો હતો.

યુવરાજ સિંહ (2015):
રોયલ ચેલેન્જર બેંગ્લોરે હટાવ્યા પછી યુવરાજ સિંહ 2015ની હરાજીમાં ફરીથી ગૌતમ ગંભીરનો રેકોર્ડને તોડી દીધો અને IPL ઈતિહાસના સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો. દિલ્હી ડેરડેવિલ્સે 16 કરોડ રુપીયામાં ખરીદ્યો હતો.

શેન વોટ્સન (2016):
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર શેન વોટ્સને રોયલ ચેલેન્જર બેંગ્લોરે 9.5 કરોડ રુપીયાની સાથે ટીમ સાથે જોડ્યો હતો. જો કે વોટ્સન RCBની સાથે ફકત એક સીઝન સુધી રહ્યો હતો.

બેન સ્ટોક્સ (2017):
IPLની નવી ટીમ રાઈઝિંગ પુણે સુપર જાઈંન્ટ્સે બીજી સીઝનમાં ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ખરીદ્યો હતો. બેન સ્ટોક્સને 14.5 કરોડ રુપીયામાં ટીમ સાથે જોડ્યો હતો.શેન

વોટ્સન (2016):
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર શેન વોટ્સને રોયલ ચેલેન્જર બેંગ્લોરે 9.5 કરોડ રુપીયાની સાથે ટીમ સાથે જોડ્યો હતો. જો કે વોટ્સન RCBની સાથે ફકત એક સીઝન સુધી રહ્યો હતો.

બેન સ્ટોક્સ (2018):
રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સે ન પસંદ કર્યા પછી સ્ટોક્સ હરાજીમાં પાછો ફર્યો હતો અને તે વખતે રાજસ્થાન રોયલ્સે તેના માટે પૈસાનો વરસાદ કર્યો. રાજસ્થાને સ્ટોક્સને 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

જયદેવ ઉનડકટ અને વરુણ ચક્રવર્તી (2019):
આ હરાજીમાં ડાબોડી ફાસ્ટ બોલર ઉનડકટને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો હતો. જ્યારે મિસ્ટ્રી સ્પિનર ​​વરુણ ચક્રવર્તીને કોલકાતા નાઈટ રાઈડર્સે 8.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વરુણ હજુ પણ કોલકાતા સાથે જોડાયેલો છે.

પેટ કમિન્સ (2020):
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સ પર કોલક્તા નાઈટરાઈડર્સે 15.5 કરોડ રુપીયામાં ખરીદ્યો હતો. પેટ કમિન્સ IPL ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો.

ક્રિસ મોરીસ (2021):
દક્ષિણ આફિકા ઓલરાઉન્ડર ક્રિસ મોરીસની રકમને બધાને ચોંકાવ્યા હતા. રાજસ્થાન રોયલે ક્રિસ મોરીસને ટીમમાં સામેલ કરવા 16.25 કરોડ રુપીયામાં ખરીદ્યો હતો. જે IPL ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.

ઈશાન કિશાન (2022):
મુંબઈ ઈન્ડિયન દ્વારા રિલીઝ કરવામાં આવેલા ડાબોડી વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશાન હરાજીમાં આવ્યો હતો. તેના માટે ઘણી ફેન્ચાઈઝીએ બોલી લગાવી પરંતુ અંતે મુંબઈ ઈન્ડિયને 15.25 કરોડ રુપીયામાં ખરીદ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news