કર્સ્ટન અને આશીષ નહેરા બહાર, આરસીબીએ હેસન-કેટિચને આપી જવાબદારી

આઈપીએલની આગામી સિઝન પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પોતાની ટીમના મેનેજમેન્ટમાં કેટલાક ફેરફાર કર્યાં છે. 

કર્સ્ટન અને આશીષ નહેરા બહાર, આરસીબીએ હેસન-કેટિચને આપી જવાબદારી

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના પૂર્વ કોચ માઇક બેસનને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ડાયરેક્ટર ક્રિકેટ ઓપરેશન્સ પદે નિયુક્ત કરવામાં આવ્યો છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સાઇમન કેટિચ બેંગલોરના મુખ્ય કોચની ભૂમિકા નિભાવશે. બેંગલુરૂએ ગૈરી કર્સ્ટન અને આશીષ નહેરાથી અલગ થવાનો નિર્ણય લીધો અને પોતાના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કર્યો છે. 

ડાયરેક્ટર ક્રિકેટ ઓપરેશનના રૂપમાં હેસન બેંગલુરૂ ટીમની નીતિ, રણનીતિ, કાર્યક્રમ, સ્કાઉટિંગ અને પ્રદર્શન મેનેજમેન્ટ માટે જવાબદાર હશે. તેઓ ખેલાડીઓ અને કોચની સાથે કામ કરશે અને બેંગલુરૂની મેનેજમેન્ટ ટીમનો ભાગ હશે. 

બેંગલુરૂએ હેસન માટે એક નવી પોઝિશન બનાવી છે. હેસન આ પહેલા ન્યૂઝીલેન્ડની રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ અને મેન્ટોર રહી ચુક્યા છે અને તેમનો અનુભવ બેંગલુરૂ માટે ઉપયોગી સાબિત થશે. 

ટીમના ચેરમેન સંજીવ ચૂરીવાલાએ કહ્યું, 'બેંગલુરૂનો લક્ષ્ય સૌથી વિશ્વસનીય, સન્માનિત તથા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટી20 ફ્રેન્ચાઇઝી બનવાનો છે અને તેથી અમારો સતત પ્રયાસ ટીમના પ્રત્યેક સભ્યો માટે ઉત્કૃષ્ટ તથા ઉચ્ચ પ્રદર્શનની સંસ્કૃતિ બનાવવાનો છે.'

હેસને ભારતીય ટીમના કોચ બનવા માટે પણ અરજી કરી હતી અને તે પસંદગીમાં રવિ શાસ્ત્રી બાદ બીજા સ્થાને રહ્યાં હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news