IPL 2024: હાર્દિક પંડ્યા માટે શું હશે સૌથી મોટો પડકાર, જાણો શું છે મુંબઈની તાકાત અને નબળાઈ

IPL 2024 News: આઈપીએલમાં પાંચ વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ આ વખતે નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. ફ્રેન્ચાઇઝીએ હાર્દિક પંડ્યાને રોહિત શર્માની જગ્યાએ નવો કેપ્ટન બનાવ્યો છે. ત્યારે આપણે આજે મુંબઈ ઈન્ડિયન્સ વિશે ચર્ચા કરીશું. 
 

IPL 2024: હાર્દિક પંડ્યા માટે શું હશે સૌથી મોટો પડકાર, જાણો શું છે મુંબઈની તાકાત અને નબળાઈ

મુંબઈઃ મુંબઈની ટીમ જ્યારે આઈપીએલ 2024માં મેદાન પર ઉતરશે ત્યારે ટીમમાં સૌથી મોટો ફેરફાર કેપ્ટનના રૂપમાં જોવા મળશે. મુંબઈને પાંચ વખત ચેમ્પિયન બનાવનાર રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યા આ ટીમની કમાન સંભાળશે. હાર્દિકને ટીમે કેપ્ટન તો બનાવી દીધો છે, પરંતુ રોહિત શર્માની લીગેસીને આગળ વધારવી તેના માટે સૌથી મોટો પડકાર સાબિત થઈ શકે છે. 

તેમાં કોઈ શંકા નથી કે મુંબઈ સારી ટીમ છે, પરંતુ આ ટીમમાં કેટલીક ખામી પણ છે અને તેને પાર પાડવી કેપ્ટન હાર્દિક પંડ્યા માટે સરળ રહેશે નહીં. આવો જાણીએ આ સીઝનમાં હાર્દિક પંડ્યાનો મુખ્ય પડકાર શું રહેશે સાથે મુંબઈની ટીમની તાકાત અને નબળાઈ શું છે. 

મુંબઈ ઈન્ડિયન્સની તાકાત
મુંબઈ ઈન્ડિયન્સની સ્ટ્રેન્થની વાત કરીએ તો આ ટીમનું બેટિંગ યુનિટ ખુબ મજબૂત જોવા મળે છે, જેમાં રોહિત શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને ખુદ હાર્દિક પંડ્યા સામેલ છે. ત્યારબાદ ટીમની પાસે નેહલ વઢેરા, ટિમ ડેવિડ, ડિવોલ્ડ બ્રેવિસ અને મોહમ્મદ નબી જેવા અન્ય વિકલ્પ પણ છે. 2023ની સીઝન દરમિયાન મુંબઈએ ચાર વાર 200થી વધુના લક્ષ્યનો પીછો કર્યો હતો. મુંબઈ પાસે પાવર હિટરની ફોજ છે, જે વિરોધી ટીમના બોલિંગ આક્રમણને ધ્વસ્ત કરી શકે છે. 

મુંબઈની નબળાઈ
આ ટીમની નબળાઈની વાત કરીએ તો તેનો સ્પિન વિભાગ વધુ મજબૂત લારી રહ્યો નથી. સ્પિન આ ટીમની સૌથી નબળી કડી સાબિત થઈ શકે છે. પરંતુ ટીમ પાસે પીયુષ ચાવલા છે, જેણે 16 મેચમાં 25 વિકેટ લીધી હતી. પરંતુ મીડલ ઓવર્સમાં પીયુષનું પ્રદર્શન કેવું રહેશે તે જોવાનું રહેશે. આ સિવાય ટીમ પાસે ટીમની પાસે સ્પિન વિભાગમાં કુમાર કાર્તિકે અને શમ્સ મુલાનીની સાથે શ્રેયસ ગોપાલનો પણ વિકલ્પ છે, પરંતુ તેમાં કોઈ મોટા નામ પણ નથી અને અનુભવ પણ ઓછો છે. મુંબઈની આ કમીનો ફાયદો તેની વિરોધી ટીમ ઉઠાવી શકે છે. 

હાર્દિક સામે શું હશે મોટો પડકાર
રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવવાની વાત ટીમ પર શું અસર કરશે તે જોવાનું રહેશે. રોહિતને આ પદેથી હટાવ્યા બાદ કેપ્ટન, વરિષ્ઠ ખેલાડીઓ, ટીમ મેનેજમેન્ટ અને માર્ક બાઉચર વચ્ચે દરાર આવી શકે છે. પરંતુ ઉપરથી બધુ બરાબર લાગી રહ્યું છે, પરંતુ આ વાતની અસર ટીમ પર થઈ શકે છે. રોહિત શર્મા અને હાર્દિકના કેપ્ટનશિપના અનુભવમાં જમીન આસમાનનો ફેર છે. હાર્દિક પ્રથમવાર મુંબઈની કમાન સંભાળશે, તેવામાં ટીમને એક રાખવાનો પડકાર તેની સામે હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news