IPL 2024: હવે 'ગબ્બર' નહી રમે મેચ, જાણો પંજાબ કિંગ્સની કેવી છે હાલત
Shikhar Dhawan: રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ નજીકથી મેચ હાર્યા બાદ પંજાબ કિંગ્સના ડાયરેક્ટર સંજય બાંગડે સંકેત આપ્યા છે કે કેપ્ટન શિખર ધવનના ખભા પર ઇજાના કારણે ઓછામાં ઓછા 7 થી 10 દિવસ સુધી બહાર રહેશે. શિખર ધવન રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ મેચમાં પણ રમી શક્યો ન હતો જેના લીધે સૈમ કુરેને કેપ્ટનશિપ કરી હતી.
Trending Photos
Shikhar Dhawan Ruled Out: રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ નજીકથી મેચ હાર્યા બાદ પંજાબ કિંગ્સના ડાયરેક્ટર સંજય બાંગડે સંકેત આપ્યા છે કે કેપ્ટન શિખર ધવનના ખભા પર ઇજાના કારણે ઓછામાં ઓછા 7 થી 10 દિવસ સુધી બહાર રહેશે. શિખર ધવન રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ મેચમાં પણ રમી શક્યો ન હતો જેના લીધે સૈમ કુરેને કેપ્ટનશિપ કરી હતી. સંજય બાંગડે કહ્યું કે શિખર ધવનના ખભા પર ઇજા પહોંચી અને હજુ થોડા દિવસ બહાર રહેશે. શિખર ધવન જેવા અનુભવી બેટ્સમેન ટીમ માટે જરૂરી છે. જોવાનું એ છે કે સારવાર કેવી રહે છે. અત્યારે તો લાગી રહ્યું છે કે તે ઓછામાં ઓછા 7 થી 10 દિવસ રમી શકશે નહી. આઇપીએલ 2024 માં શિખર ધવન સારું પ્રદર્શન કરી રહ્યા નથી, તેમણે પાંચ ઇનિંગમાં 30.40 ની સરેરાશ અને 125.61 ની સ્ટ્રાઇક રેટથી 152 રન બનાવ્યા છે. પંજાબ કિંગ્સ હાલની સિઝનમાં 6 મેચોમાંથી 4 જીત સાથે પોઇન્ટ ટેબલમાં આઠમા ક્રમ પર છે.
પંજાબ કિંગ્સે ધવનને લઈને મોટું આપ્યું અપડેટ
IPL 2024 સીઝનની શરૂઆતમાં જિતેશ શર્માએ કેપ્ટનની મીટિંગમાં પંજાબનું પ્રતિનિધિત્વ કર્યું હતું કારણ કે શિખર ધવન તાવને કારણે મુલ્લાનપુરમાં જ રહ્યો હતો. આ જોતાં, રાજસ્થાન રોયલ્સ સામે ટોસ માટે સેમ કુરનનું આગમન આશ્ચર્યજનક હતું, પરંતુ બાંગડે કહ્યું કે તેની ભૂમિકા હંમેશાથી નક્કી હતી. સંજય બાંગડે કહ્યું, 'સેમે ગયા વર્ષે પણ ટીમની કેપ્ટનશિપ કરી હતી. તે બ્રિટનથી મોડો આવી રહ્યો હતો અને કેટલાક પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવા માંગતો હતો. આ જ કારણ છે કે મીટિંગમાં અમે જીતેશને તેના બદલે ચેન્નાઈ મોકલ્યા હતા, તમને જણાવી દઈએ કે શિખર ધવન અને જોની બેરસ્ટો ટીમને સારી શરૂઆત ન આપી શક્યા. શિખર ધવનના સ્થાને આવનાર અથર્વ તાયડે પણ કંઈ કરી શક્યો નહીં.
પંજાબ કિંગ્સનું ફ્લોપ પ્રદર્શન યથાવત
તમને જણાવી દઈએ કે IPL 2024માં શનિવારે રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમે પંજાબ કિંગ્સ (PBKS) ને એક રોમાંચક મેચમાં 3 વિકેટથી હરાવ્યું હતું. શિમરોન હેટમાયરના 10 બોલમાં 27 રનની અણનમ ઇનિંગને કારણે રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને એક બોલ બાકી રહેતાં હરાવ્યું હતું. રાજસ્થાન રોયલ્સને છેલ્લા 14 બોલમાં 30 રનની જરૂર હતી, ત્યારબાદ શિમરોન હેટમાયર અને રોવમેન પોવેલ (પાંચ બોલમાં 11 રન)ની વેસ્ટ ઈન્ડિઝની બેટ્સમેન જોડીએ આક્રમક બેટિંગ કરી અને રાજસ્થાનને છ મેચમાં પાંચમી જીત અપાવી. ‘પ્લેયર ઓફ ધ મેચ’ શિમરોન હેટમાયરે તેની અણનમ ઇનિંગમાં એક ફોર અને ત્રણ સિક્સર ફટકારી હતી.
રાજસ્થાન વિરૂદ્ધ મેચ હાઇ ગઇ પંજાબની ટીમ
પંજાબને આઠ વિકેટ પર 147 રન પર રોક્યા બાદ રાજસ્થાને 19.5 ઓવરમાં સાત વિકેટ પર 152 રન બનાવીને પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પોતાનું સ્થાન મજબૂત કર્યું. હેટમાયર ઉપરાંત યશસ્વી જાયસ્વાલે પણ રાજસ્થાન માટે 39 રનનું યોગદાન આપ્યું. પંજાબ માએ કેગિસો રબાડાએ ચાર ઓવરમાં 18 રન આપીને બે જ્યારે ઇજાગ્રસ્ત શિખર ધવનની જગ્યાએ ટીમનું નેતૃત્વ કરી રહેલા સૈમ કુરેને 25 રન આપીને બે વિકેટ લીધી. કેશ મહારાજ (ચાર ઓવરમાં 23 રન આપીને બે વિકેટ) ના નેતૃત્વમાં બોલરોના શાનદાર પ્રદર્શનના લીધે રાજસ્થાને પંજાબને 150 રનની અંદર અટકાવી દીધું. તેમણે આવેશ ખાન (34 રન પર બે વિકેટ), ટ્રેંટ બોલ્ટ (22 રન પર એક વિકેટ), યુજવેન્દ્ર ચહલ (31 રન પર એક વિકેટ ) અને કુલદીપ સેન (35 રન પર એક વિકેટ) નો સારો સાથ મળ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે