Dipendra Singh Airee: 6 બોલમાં 6 સિક્સર... નેપાળના બેટ્સમેને મચાવ્યો આતંક

Dipendra Singh Airee 6 sixes: નેપાળના બેટ્સમેન દીપેન્દ્ર સિંહ એરીએ શનિવાર (13 એપ્રિલ)ના રોજ વર્લ્ડ ક્રિકેટમાં તહેલકો મચાવ્યો. તેમણે કતર વિરૂદ્ધ એસીસીમાં ટી20 ઇન્ટનેશનલ પ્રીમીયર લીગ કપમાં બેટ વડે આતંક મચાવ્યો. 

Dipendra Singh Airee: 6 બોલમાં 6 સિક્સર... નેપાળના બેટ્સમેને મચાવ્યો આતંક

Dipendra Singh Airee 6 Sixes: નેપાળના બેટ્સમેન દીપેન્દ્ર સિંહ એરીએ શનિવાર (13 એપ્રિલ)ના રોજ વર્લ્ડ ક્રિકેટમાં તહેલકો મચાવ્યો. તેમણે કતર વિરૂદ્ધ એસીસીમાં ટી20 ઇન્ટનેશનલ પ્રીમીયર લીગ કપમાં બેટ વડે આતંક મચાવ્યો. દીપેન્દ્રએ 6 બોલમાં 6 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો. તે ટી20 ઇન્ટરનેશનલમાં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર દુનિયાના ત્રીજા બેટ્સમેન બની ગયા. તે પહેલાં ભારતના યુવરાજ સિંહ અને વેસ્ટઇંડીઝના કીરોન પોલાર્ડ આમ કરી ચૂક્યા છે. 

300 થી વધુની સ્ટ્રાઈક રેટથી બનાવ્યા રન 
આ મેચમાં નેપાળની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે 20 ઓવરમાં 7 વિકેટે 210 રન બનાવ્યા હતા. તેના માટે દીપેન્દ્ર સિંહ 21 બોલમાં 64 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. તેણે પોતાની વિસ્ફોટક ઇનિંગમાં 3 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. દીપેન્દ્રએ 304.76ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. તેમના સિવાય વિકેટકીપર બેટ્સમેન આસિફ શેખે 41 બોલમાં 52 રન અને કુશલ મલ્લાએ 18 બોલમાં 35 રન બનાવ્યા હતા.

— Basanta Ghimire (@basantaplp) April 13, 2024

યુવરાજ અને પોલાર્ડની ક્લબમાં દીપેન્દ્ર
દીપેન્દ્રએ નેપાળની ઇનિંગની અંતિમ ઓવરમાં કામરાન ખાનને દગો આપ્યો. તેણે કતારના બોલર કામરાનના તમામ છ બોલ પર સિક્સર ફટકારી હતી. દીપેન્દ્ર પહેલા યુવરાજ સિંહ અને કિરોન પોલાર્ડે T20 ઈન્ટરનેશનલમાં છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા. યુવરાજે 2007 T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. તો બીજી તરફ પોલાર્ડે 2021માં શ્રીલંકા સામે અકિલા ધનંજયના બોલ પર આ કર્યું હતું.

દીપેન્દ્રએ બનાવ્યો રેકોર્ડ  
ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ દીપેન્દ્રના નામે છે. તેણે ગયા વર્ષે એશિયન ગેમ્સ દરમિયાન મોંગોલિયા સામે હાંગઝોઉમાં 9 બોલમાં અડધી સદી ફટકારી હતી. દીપેન્દ્ર 300 થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે T20 ક્રિકેટમાં બે વખત પચાસ ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો. તેણે મંગોલિયા સામે 10 બોલમાં 52* રન બનાવ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news