IPL 2024 Auction: IPLમાં આ યુવા ગુજરાતી ખેલાડી પર થઈ શકે છે રૂપિયાનો વરસાદ, આ ટીમની છે ખાસ નજર

Aarya Desai IPL 2024: બસ હવે ગણતરીના દિવસોમાં આઈપીએલની હરાજી થનાર છે, ત્યારે ગુજરાત ક્રિકેટ ટીમના ખેલાડી આર્ય દેસાઈનું અત્યાર સુધીનું પ્રદર્શન સારું રહ્યું છે. તેમણે તેમના વય જૂથમાં અદભૂત પ્રદર્શન કર્યું છે.
 

 IPL 2024 Auction: IPLમાં આ યુવા ગુજરાતી ખેલાડી પર થઈ શકે છે રૂપિયાનો વરસાદ, આ ટીમની છે ખાસ નજર

Aarya Desai IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગના કારણે ઘણા ક્રિકેટરોના નસીબ ચમકી ગયું છે. જો ક્રિકેટરો નેશનલ ટીમમાં સ્થાન બનાવી શકતા નથી તો તેઓ અહીં સારું પ્રદર્શન કરીને પોતાનું નામ કમાય છે. સાથે કમાણી પણ સારી થાય છે. IPL 2024 માટે દુબઈમાં હરાજી થશે. આ માટે તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે હરાજીમાં ઘણા અજાણ્યા ચહેરા ચમકી શકે છે. એવું જ એક નામ છે આર્ય દેસાઈનું. આર્ય ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાત માટે રમે છે.

આર્ય આઈપીએલમાં બની શકે છે સારો બેકઅપ 
IPL ઓક્શન 2024માં ઘણા અનકેપ્ડ ખેલાડીઓ પર ટીમો મોટો દાવ લગાવી શકે છે. આ યાદીમાં આર્યનું નામ પણ સામેલ છે. આર્યાએ તેના વય જૂથમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. તે ડોમેસ્ટિક મેચોમાં ગુજરાત માટે રમે છે. આર્ય ગત સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો. જોકે, તેને હજુ ડેબ્યૂ કરવાની તક મળી નથી. આર્ય આઈપીએલમાં સારો બેકઅપ બની શકે છે. તેણે ઘણી ટીમો માટે ટ્રાયલ પણ આપી છે.

આર્યની બેસ પ્રાઈસ 20 લાખ રૂપિયા
IPL ટીમો હરાજીમાં આર્ય પર મોટો દાવ લગાવી શકે છે. આર્યને હરાજીના સેટ નંબર 16માં સામેલ કરવામાં આવ્યો છે. તે ઓલરાઉન્ડર ખેલાડી છે. બેટિંગની સાથે આર્ય સ્પિન બોલિંગ પણ કરે છે. આર્યની બેસ પ્રાઈસ 20 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કોલકાતાની નજર ફરી એકવાર આર્ય પર પડી શકે છે. તે ટીમ માટે બેકઅપ તરીકે રહી શકે છે.

આર્ય દેસાઈએ બોલિંગમાં પણ અજમાવ્યો છે હાથ 
જો આપણે આર્ય દેસાઈના અત્યાર સુધીના ડોમેસ્ટિક ક્રિકેટના આંકડાઓ પર નજર કરીએ તો તે સારો રહ્યો છે. આર્યને સિનિયર ખેલાડીઓ સાથે વધુ રમવાની તક મળી નથી. તેણે ફર્સ્ટ ક્લાસ મેચોની 6 ઇનિંગ્સમાં 151 રન બનાવ્યા છે. આ દરમિયાન એક અડધી સદી ફટકારી છે. આ સમયગાળા દરમિયાન તેણે બોલિંગમાં પણ હાથ અજમાવ્યો છે. જોકે વિકેટ મળી નહોતી. આર્યએ 2 લિસ્ટ A મેચ રમી છે. તેણે 8 ટી20 મેચ રમી છે, જેમાં 173 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 62 રન રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news