IPL 2024 Auction: આઈપીએલ ઓક્શનમાં આ 3 ખેલાડીઓ પર થઈ શકે છે પૈસાનો વરસાદ, વિશ્વકપમાં મચાવી હતી ધૂમ
વનડે વિશ્વકપ 2023માં ત્રણ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીઓએ આઈપીએલ ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેવામાં આગામી આઈપીએલ હરાજીમાં તેના પર મોટી બોલી લાગી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ IPL 2024 Auction Players: આઈપીએલ 2024 માટે દુબઈમાં 19 નવેમ્બરે ખેલાડીઓની હરાજી થશે. આ પ્રથમવાર છે જ્યારે ઓક્શનનું આયોજન વિદેશમાં કરવામાં આવશે. આઈપીએલ દુનિયાની સૌથી વધુ જોવાતી ક્રિકેટ લીગ છે. આ લીગમાં રમવાનું સપનું દરેક ક્રિકેટરોનું હોય છે. ત્રણ ખેલાડી એવા છે, જેણે વિશ્વકપ 2023માં કમાલનું પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીઓ પર આવનારા ઓક્શનમાં પૈસાનો વરસાદ થઈ શકે છે. આવો આ ખેલાડીઓ વિશે જાણીએ.
1. રચિન રવીન્દ્ર
રચિન રવીન્દ્રએ વનડે વિશ્વકપ 2023માં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. તે વિસ્ફોટક બેટિંગ કરવાની સાથે સ્પિન બોલિંગ પણ કરી શકે છે. તે વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડ માટે હીરો સાબિત થયો હતો. તેણે વિશ્વકપ 2023ની 10 મેચમાં 578 રન ફટકાર્યા હતા, જેમાં ત્રણ સદી સામેલ છે. આ બેટરે પોતાની બેટિંગથી તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ સિવાય તેણે 5 વિકેટ પણ લીધી હતી. તેણે આઈપીએલ ઓક્શનમાં પોતાની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા રાખી છે. તેવામાં તેના પર મોટી બોલી લાગી શકે છે.
2. ટ્રેવિસ હેડ
ટ્રેવિસ હેડે વનડે વિશ્વકપ 2023ના ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા માટે સદી ફટકારી હતી. તેણે 137 રન બનાવ્યા હતા. તેની ઈનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાની ટીમ વિશ્વ વિજેતા બનવામાં સફળ રહી હતી. ટ્રેવિસ હેડ વિશ્વકપ 2023ના સેમીફાઈનલ અને ફાઈનલમાં મેન ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયા માટે વિશ્વકપમાં 6 મેચમાં 329 રન ફટકાર્યા હતા, જેમાં બે સદી સામેલ છે. તેણે બે વિકેટ પણ લીધી હતી. હેડે આઈપીએલ ઓક્શનમાં પોતાની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા રાખી છે. તેવામાં ઘણી ટીમ તેની પાછળ ભાગી શકે છે.
3. ગેરાલ્ડ કોએત્ઝી
સાઉથ આફ્રિકાના 23 વર્ષના યુવા ફાસ્ટ બોલરે વિશ્વકપમાં પોતાની બોલિંગથી અનેક લોકોના દિલ જીત્યા હતા. તેણે વિશ્વકપની 8 મેચમાં 20 વિકેટ ઝડપી હતી. તે ડેથ ઓવર્સમાં પણ સારી બોલિંગ કરવા માટે જાણીતો છે. આ ખેલાડીની ઓક્શનમાં બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા છે. આઈપીએલમાં ટીમોને સારા ફાસ્ટ બોલરની ખુબ જરૂર હોય છે, તેવામાં તેના પર ઊંચી બોલી લાગી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે