Virat Kohli એ શતકથી બનાવ્યો IPL ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ, સચિન-રોહિત પણ નથી તોડી શક્યા આ મહારેકોર્ડ
Virat Kohli Records: ટીમ ઈન્ડિયા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ગુરુવારે IPL 2023 ની સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં બેટથી તબાહી મચાવી હતી અને વિસ્ફોટક રીતે સદી ફટકારી હતી.
Trending Photos
Virat Kohli Records: ટીમ ઈન્ડિયા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ગુરુવારે IPL 2023 ની સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં બેટથી તબાહી મચાવી હતી અને વિસ્ફોટક રીતે સદી ફટકારી હતી. વિરાટ કોહલીની આઈપીએલ કારકિર્દીની આ છઠ્ઠી સદી હતી અને તેણે 63 બોલમાં 100 રનની ઈનિંગ રમીને તહેલકો મચાવ્યો હતો. કોહલીએ12 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.
IPL ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ
વિરાટ કોહલીનો આ શતક IPLના ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ બની ગયો છે. IPLના ઈતિહાસમાં સચિન તેંડુલકર અને રોહિત શર્મા જેવા દિગ્ગજ બેટ્સમેન પણ પોતાની કારકિર્દીમાં આટલો મોટો રેકોર્ડ ક્યારેય બનાવી શક્યા નથી. IPLના ઈતિહાસમાં આ સુપર રેકોર્ડ બનાવનાર વિરાટ કોહલી પ્રથમ ભારતીય અને વિશ્વનો એકમાત્ર બીજો બેટ્સમેન બન્યો છે. જણાવી દઈએ કે વિરાટ કોહલીએ 4 વર્ષ બાદ IPLમાં સદી ફટકારી છે.
સચિન-રોહિત પણ આ રેકોર્ડ તોડી શક્યા નથી
વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં સૌથી વધુ 6 સદી ફટકારનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલી ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના નામે પણ આઈપીએલમાં સૌથી વધુ 6 સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ છે. સચિન તેંડુલકર અને રોહિત શર્મા જેવા મહાન બેટ્સમેન પણ IPLના ઈતિહાસમાં આટલો મોટો રેકોર્ડ ક્યારેય બનાવી શક્યા નથી.
IPL ઈતિહાસમાં સૌથી વધુ સદી
1. વિરાટ કોહલી (ભારત) - 6
2. ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) - 6
3. જોસ બટલર (ઇંગ્લેન્ડ) - 5
4. કેએલ રાહુલ (ભારત) - 4
5. ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) - 4
6. શેન વોટસન (ઓસ્ટ્રેલિયા) - 4
IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
1. વિરાટ કોહલી (ભારત) - 7162 રન
2. શિખર ધવન (ભારત) - 6600 રન
3. ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) - 6311 રન
4. રોહિત શર્મા (ભારત) - 6136 રન
5. સુરેશ રૈના (ભારત) - 5528 રન
6. એબી ડી વિલિયર્સ (દક્ષિણ આફ્રિકા) - 5162 રન
7. મહેન્દ્ર સિંહ ધોની (ભારત) - 5076 રન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે