SRH vs DC: આજે હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે થશે મુકાબલો, કોણ જીતશે? અહીં મળી જશે જવાબ

SRH vs DC: IPLમાં આજે (24 એપ્રિલ) સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે. આ બંને ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.

SRH vs DC: આજે હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે થશે મુકાબલો, કોણ જીતશે? અહીં મળી જશે જવાબ

DC vs SRH Possible Playing11: દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ આજે રાત્રે (24 એપ્રિલ) IPLમાં આમને-સામને થશે. આઈપીએલની આ સીઝન અત્યાર સુધી બંને ટીમો માટે ખૂબ જ ખરાબ રહી છે. આ ટીમો પોઈન્ટ ટેબલમાં તળિયે છે. SRH નવમા અને દિલ્હી દસમા સ્થાને છે. આજની મેચમાં, SRHના પ્લેઇંગ-11માં ફેરફારની આશા ઓછી છે, પરંતુ દિલ્હી કેપિટલ્સ ટીમ તેના બે મહત્વના ખેલાડીઓ પૃથ્વી શો અને મિશેલ માર્શની છુટ્ટી કરી શકે છે.

SRH પાસે ખુબ જ મર્યાદિત વિકલ્પો છે અને પછી તેમના તમામ ખેલાડીઓએ સારું પ્રદર્શન પણ કર્યું છે. આવી સ્થિતિમાં આ ઓરેન્જ આર્મી આજની મેચમાં કોઈ ફેરફાર કરે તેવું દેખાતું નથી. બીજી તરફ, પૃથ્વી શો અને મિશેલ માર્શ આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી સંપૂર્ણ ફ્લોપ રહ્યા છે. દિલ્હી પાસે આ બે ખેલાડીઓને બદલવાના વિકલ્પો પણ છે. આવી સ્થિતિમાં આજની મેચમાં દિલ્હીની ટીમ કેટલાક ફેરફારો સાથે    એન્ટ્રી કરી શકે છે.

બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11

ડીસી પ્લેઇંગ-11 (પ્રથમ બેટિંગ): ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલ સોલ્ટ (વિકેટકીપર), રીલી રોસૂ , સરફરાઝ ખાન, મનીષ પાંડે, અક્ષર પટેલ, લલિત યાદવ, અમન ખાન, કુલદીપ યાદવ, એનરિક નોરખિયા, મુકેશ કુમાર.

ડીસી પ્લેઇંગ-11 (પ્રથમ બોલિંગ): ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલ સોલ્ટ (વિકેટકીપર), રીલી રોસૂ , મનીષ પાંડે, અક્ષર પટેલ, લલિત યાદવ, અમન ખાન, કુલદીપ યાદવ, એનરિક નોરખિયા, મુકેશ કુમાર, ઇશાંત શર્મા.

ડીસી ઈમ્પેક્ટ પ્લેયર્સ: ઈશાંત શર્મા/સરફરાઝ ખાન.

SRH પ્લેઇંગ-11 (પ્રથમ બેટિંગ): હેરી બ્રુક, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન, વોશિંગ્ટન સુંદર, માર્કો યાનસીન, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક, મયંક માર્કંડે.

SRH પ્લેઇંગ-11 (પ્રથમ બોલિંગ): હેરી બ્રુક, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન, વોશિંગ્ટન સુંદર, માર્કો યાનસીન, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક, મયંક માર્કંડે, ટી નટરાજન.

SRH ઈમ્પેક્ટ પ્લેયર્સ: ટી નટરાજન/મયંક અગ્રવાલ.

આજે કોનો પલડો ભારે ?
બંને ટીમો લગભગ સમાન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. દિલ્હી કેપિટલ્સ બોલિંગમાં થોડી પ્રભુત્વ ધરાવે છે, જ્યારે SRH બેટિંગમાં. આવી સ્થિતિમાં આજની મેચમાં કોણ જીતશે તે કહેવું મુશ્કેલ છે. આ મેચ SRHના હોમ ગ્રાઉન્ડ પર રમાશે, તેનાથી ચોક્કસપણે ઓરેન્જ આર્મીને થોડો ફાયદો થશે, પરંતુ જો દિલ્હીના થોડાક બેટ્સમેન પણ જામી જાય તો મેચની સ્થિતિ અને દિશા પલટાઈ શકે છે. એકંદરે આજનો મુકાબલો બરોબરીનો રહેશે.

આ પણ વાંચો:
શું હવે પાકિસ્તાન જણાવશે કે અસલ શિવસેના કોની  છે? શિંદેએ ઠાકરે પર સાંધ્યુ નિશાન
કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, નર ચિત્તા ઉદયે તોડ્યો દમ
કોલક્તામાં ચાલ્યો ચેન્નઈનો જાદૂ, KKRને 49 રને હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને CSK
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news