IPL 2023 Qualifier 2: આજે આ વસ્તુ નક્કી કરશે કે ગુજરાત અને મુંબઈમાંથી કઈ ટીમ પહોંચશે ફાઈનલમાં
IPL 2023: IPL 2023 ના ક્વોલિફાયર-2માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર થશે. હાર્દિકની ટીમ માટે આ મેચમાં જીત નોંધાવવી એટલી સરળ નથી. મુંબઈ પર વિજય મેળવવો ગુજરાત માટે આસાન નથી, રેકોર્ડ જોઈને પંડ્યાનું ટેન્શન વધશે!
Trending Photos
MI vs GT, Qualifier 2: IPL 2023 ક્વોલિફાયર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજે રમાશે. આ મેચમાં બંને ટીમો ફાઈનલની ટિકિટ જીતવા ઈચ્છે છે, પરંતુ તે એટલું સરળ નહીં હોય. એક તરફ ગુજરાતની ટીમે ચાલુ સિઝનમાં શાનદાર રમત બતાવી છે તો બીજી તરફ પ્લેઓફ મેચોમાં મુંબઈ ઈન્ડિયન્સનો રેકોર્ડ શાનદાર છે. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે નિકટની લડાઈ જોવા મળી શકે છે. નિષ્ણાતો અગાઉ પણ કહી ચુક્યા છેકે, અમદાવાદની પીચ એ બેટિંગ પીચ છે. એટલે હાઈસ્કોરિંગ મેચ થવાની સંભાવના છે. પણ આવી સ્થિતિમાં જે ટીમના બોલર્સ સારી બોલિંગ કરશે એ ટીમનું પલડું આ મેચમાં ભારે રહેશે. એટલે, બેટર્સ નહીં પણ આ મેચમાં બોલર્સની અગ્નિપરિક્ષા થશે.
મુંબઈના આંકડા લાજવાબ છે-
જો કે આ મેચ ગુજરાત ટાઇટન્સના હોમ ગ્રાઉન્ડ પર રમાવાની છે, પરંતુ આ આંકડા રોહિત શર્માની મુંબઇ ઇન્ડિયન્સની તરફેણમાં છે. તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 2017 થી પ્લેઓફમાં કોઈ મેચ હારી નથી. 2017માં, ટીમને ક્વોલિફાયર-1માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ દ્વારા પરાજય મળ્યો હતો. જો કે આ પછી પણ મુંબઈ ટ્રોફી જીતવામાં સફળ રહ્યું. ત્યાર બાદ પ્લેઓફમાં મુંબઈ ઈન્ડિયન્સને કોઈ હરાવી શક્યું નથી. 2017 પછી, મુંબઈ 2019, 2020 અને વર્તમાન સિઝન 2023માં પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહ્યું છે. આ દરમિયાન ટીમે 7 પ્લેઓફ મેચ રમી છે અને તમામમાં જીત મેળવી છે. લખનૌ સુપર જાયન્ટ્સને 81 રનથી હરાવીને ટીમે આ સિઝનના ક્વોલિફાયર-2માં જગ્યા બનાવી લીધી છે.
રોહિત શર્માની કેપ્ટન્સીમાં શાનદાર રેકોર્ડ-
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપમાં રમીને રેકોર્ડ 5 વખત ચેમ્પિયન બની છે. ભલે લીગ તબક્કાની મેચોમાં ટીમનું ખરાબ પ્રદર્શન ઘણી વખત જોવા મળે છે, પરંતુ જેવી ટીમ પ્લેઓફમાં એન્ટ્રી લે છે, તે ખૂબ જ ઘાતક ફોર્મમાં આવી જાય છે. રોહિતની કેપ્ટન્સીમાં ટીમે અત્યાર સુધી 14 આઈપીએલ પ્લેઓફ રમી છે, જેમાં 11 જીતી છે. જો આઈપીએલ ફાઈનલની વાત કરીએ તો મુંબઈ 6 વખત ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે અને ટીમે 5 વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. આવી સ્થિતિમાં મુંબઈને હળવાશથી લેવાની ભૂલ ગુજરાત માટે ભારે પડી શકે છે.
બંને ટીમો માટે શાનદાર તક-
મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ બંને ટીમો પાસે IPL 2023ની ફાઇનલમાં પ્રવેશવાની શાનદાર તક છે. એક તરફ મુંબઈ ઈન્ડિયન્સની નજર તેની 6ઠ્ઠી આઈપીએલ ટ્રોફી જીતવા પર હશે તો બીજી તરફ ગુજરાતની ટીમ ફાઈનલમાં પહોંચીને સતત બીજી વખત ટ્રોફી જીતવા ઈચ્છશે. તમને જણાવી દઈએ કે ક્વોલિફાયર-2નો વિજેતા 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે ટાઈટલ મેચ રમશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે