CSK vs LSG:મોઈન અલી નહીં, પણ આ ખેલાડી હતો 'મેન ઓફ ધ મેચ'નો ખરો દાવેદાર, ખુલ્લેઆમ થયો અન્યાય!
CSK vs LSG, IPL 2023: લખનૌ સુપર જાયન્ટ્સ સામેની IPL મેચમાં મોઇન અલીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે લખનઉ સુપર જાયન્ટ્સ સામે ચેન્નાઈમાં રમાયેલી આઈપીએલ મેચમાં મોઈન અલી નહીં પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સનો અન્ય ખેલાડી 'મેન ઓફ ધ મેચ'નો હકદાર હતો.
Trending Photos
IPL 2023: મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે સોમવારે IPL 2023 ની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમને 12 રને હરાવ્યું. ગુજરાત ટાઇટન્સ સામે તેમની પ્રથમ મેચ 5 વિકેટે હાર્યા બાદ, ચેન્નાઈ સુપર કિંગ્સે જબરદસ્ત વાપસી કરી અને IPL 2023માં તેમની પ્રથમ જીત નોંધાવી. CSKના ઓફ-સ્પિન ઓલરાઉન્ડર મોઈન અલીને લખનઉ સુપર જાયન્ટ્સ સામે 12 રને જીત અપાવવા બદલ 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.
મોઈન અલી નહીં પણ આ ખેલાડી હતો 'મેન ઓફ ધ મેચ'નો ખરો દાવેદાર
લખનૌ સુપર જાયન્ટ્સ સામેની આઈપીએલ મેચમાં મોઈન અલીએ ઘાતક બોલિંગ કરતા 4 ઓવરમાં 26 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ માટે મોઈન અલીને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે લખનઉ સુપર જાયન્ટ્સ સામે ચેન્નાઈમાં રમાયેલી આઈપીએલ મેચમાં મોઈન અલી નહીં પણ ચેન્નાઈ સુપર કિંગ્સનો અન્ય એક ખેલાડી 'મેન ઓફ ધ મેચ'નો હકદાર હત. પરંતુ મોઈન અલીની સામે તે ખેલાડીની કામગીરી પર કોઈએ ધ્યાન આપ્યું નહી જો તે ખેલાડી ન હોત તો લખનૌ સુપર જાયન્ટ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો પરાજય લગભગ નિશ્ચિત હતો.
આ પણ વાંચો
દિલ્હી કેપિટલ્સની મોટી જાહેરાત, ચાલુ IPL એ ઋષભ પંતની ટીમમાં થઈ એન્ટ્રી!
અત્યંત રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને આપી માત
કિશોર કુમારની 23 વર્ષ નાની ત્રીજી પત્ની પર મિથુન ચક્રવર્તીનું આવી ગયું દિલ અને પછી,,
ખુલ્લેઆમ થયો અન્યાય!
ચેન્નાઈ સુપર કિંગ્સના આ ખેલાડી સાથે ખુલ્લેઆમ અન્યાય થયો. ચેન્નાઈ સુપર કિંગ્સને પોતાના દમ પર જીતાડનાર આ સ્ટાર ખેલાડીને 'મેન ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો ન હતો. ચેન્નાઈ સુપર કિંગ્સનો આ ડેશિંગ ખેલાડી બીજું કોઈ નહીં પણ ખુદ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ લખનૌ સુપર જાયન્ટ્સ સામે તોફાની બેટિંગ કરતા 3 બોલમાં 12 મહત્વપૂર્ણ રન બનાવ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીની આ ઇનિંગમાં બે આસમાની છગ્ગાનો સમાવેશ થાય છે.
મહેન્દ્ર સિંહ ધોની
ચેન્નાઈ સુપર કિંગ્સે સોમવારે IPL 2023 ની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમને 12 રનના માર્જીનથી હરાવ્યું. છેલ્લી ઓવરમાં મહેન્દ્ર સિંહ ધોની દ્વારા 12 રનની અમૂલ્ય ઈનિંગ ચેન્નાઈ સુપર કિંગ્સની જીતનું સાચું કારણ સાબિત થઈ. જો મહેન્દ્ર સિંહ ધોનીએ લખનૌ સુપર જાયન્ટ્સ સામે છેલ્લી ઓવરમાં 3 બોલમાં 12 મહત્વપૂર્ણ રન ન બનાવ્યા હોત તો ચેન્નાઈ સુપર કિંગ્સ આ મેચ પણ હારી ગયું હોત. મહેન્દ્ર સિંહ ધોનીના અમૂલ્ય 12 રન ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની જીત અને હાર વચ્ચેનો તફાવત સાબિત થયા. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ સાત વિકેટે 217 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 205 રન જ બનાવી શકી હતી.
આ પણ વાંચો
સસ્તામાં કાર ખરીદવી પડી ન જાય મોંઘી! વપરાયેલી કાર ખરીદતી વખતે આ છેતરપિંડીથી બચો
દેશમાં આ 5 કારને નથી મળ્યો ગ્રાહકોનો પ્રેમ, જાણો તમારી પાસે તો નથીને આ કાર
Jio લાવ્યો સૌથી સસ્તો પ્લાન! આખા વર્ષ માટે Unlimited Calling, Data, આટલી સુવિધાઓ...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે