IPL મેચમાં અચાનક થઇ આ સુંદર મહિલાની એન્ટ્રી, હસીન અંદાજે લૂંટી લીધું ફેન્સનું દિલ

IPL 2022 માં મંગળવારે રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદ્રાબાદ વચ્ચે મુકાબલા દરમિયાન સ્ટેડિયમમાં એક સુંદર મહિલાની એન્ટ્રી થઇ, જેના ફોટોઝ વાયરલ થતાં જ ઇન્ટરનેટ પર સનસની મચી ગઇ. પિંક ટોપ અને વાઇટ પેન્ટમાં મહિલા મેચ દરમિયાન ચર્ચાનું કેન્દ્ર બની ગઇ. 

IPL મેચમાં અચાનક થઇ આ સુંદર મહિલાની એન્ટ્રી, હસીન અંદાજે લૂંટી લીધું ફેન્સનું દિલ

નવી દિલ્હી: IPL 2022 માં મંગળવારે રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદ્રાબાદ વચ્ચે મુકાબલા દરમિયાન સ્ટેડિયમમાં એક સુંદર મહિલાની એન્ટ્રી થઇ, જેના ફોટોઝ વાયરલ થતાં જ ઇન્ટરનેટ પર સનસની મચી ગઇ. પિંક ટોપ અને વાઇટ પેન્ટમાં મહિલા મેચ દરમિયાન ચર્ચાનું કેન્દ્ર બની ગઇ. 

IPL મેચમાં અચાનક થઇ આ સુંદર મહિલાની એન્ટ્રી
જોકે રાજસ્થાન રોયલ્સના સ્ટાર લેગ સ્પિનર યુજવેંદ્ર ચહલની વાઇફ ધનશ્રી વર્મા મેચ દરમિયાન તેને ચીયર કરવા પહોંચી ગઇ. ધનશ્રી વર્મા પિંક ટોપ અને વાઇટ પેન્ટમાં એકદમ સુંદર હસીન જોવા મળી રહી હતી. મેચ દરમિયાન યુજવેંદ્ર ચહલની વાઇફ ધનશ્રી વર્મા સેલ્ફી લેતી કેદ થઇ. ધનશ્રી પતિ યુજવેંદ્ર ચહલને ચીયર કરવા માટે મોટાભાગે સ્ટેડિયમમાં જોવા મળે છે. ધનશ્રી વ્યવસાયે કોરિયોગ્રાફર છે તે સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર છે. 

પેટ્રોલ નહી...આ સસ્તા ઇંધણ ચાલશે મારૂતિની આ નવી કાર, લોકોને પડી જશે મજા

— Dhanashree Verma Chahal (@DhanshreeVerma9) March 11, 2022

હસીન અંદાજમાં લૂંટી લીધું ફેન્સનું દિલ
યુજવેંદ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા ગુલાબી ટોપ અને સફેદ પેન્ટમાં કૂલ દેખાઇ રહી હતી. રાજસ્થાન રોયલ્સે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ધનશ્રીના ફોટા શેર કર્યા, જેમાં તે સેલ્ફી લેતાં જોવા મળી, યુજવેંદ્ર ચહલે સનરાઇઝર્સ હૈદ્રાબાદ વિરૂદ્ધ મેચમાં પોતાની 4 ઓવરના કોટામાં 22 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. ચહલે ઓપનર અભિષેક શર્મા, અબ્દુલ સમદ અને રોમારિયો શેફર્ડને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. જ્યારે ચહેલ વિકેટ લઇ રહ્યો હતો, ત્યારે ધનશ્રી પોતાની જગ્યા પર ઉભી થઇને તાળીઓ વગાડી પતિનો આત્મવિશ્વાસ વધારી રહી હતી. 

— Dhanashree Verma Chahal (@DhanshreeVerma9) February 20, 2022

સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ
ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ છે. તે સમયાંતરે પોતાના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી અર્હે છે. જેને ફેન્સ ખૂબ પસંદ કરે છે. ટીમ ઇન્ડીયના અનુભવી બોલર ચહલ આપીએલમાં પહેલીવાર રાજસ્થાન તરફથી રમી રહ્યા છે. ગત સિઝનમાં ચહલ રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી રમ્યા હતા. આરસીબીઈ આઇપીએલ 2022 મેગા ઓક્શનમાં ચહલને રીટેન કર્યો ન હતો. 

હિપ-હોપ ડાન્સર છે ધનશ્રી
ધનશ્રી વર્માની ડાન્સ રિલેટેડ એક યૂટ્યૂબ ચેનલ (ધનશ્રી વર્મા યૂટ્યૂબ ચેનલ) છે. આ ચેનલ પર 2.59 મિલિયન સબ્સક્રાઇબર્સ છે. ધનશ્રી વર્મા બોલીવુડના ગીતોને રિક્રિએટ કરે છે. આ ઉપરાંત તે હિપ હોપની ટ્રેનિંગ પણ આપે છે. આ યૂટ્યૂબ ચેનલ પર તે પોતાની ડાન્સ એકેડમીના વીડિયો પણ અપલોડ કરતી રહે છે. ધનશ્રીએ વર્ષ 2014 માં ડી વાઇ પાટીલ ડેન્ટલ કોલેજ નવી મુંબઇથી અભ્યાસ કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news