રાજસ્થાનના ઓલરાઉન્ડરનો માંડ માંડ બચ્યો જીવ, IPL વચ્ચે જ કરી સંન્યાસની જાહેરાત!

IPL 2022 વચ્ચે જ રાજસ્થાન રોયલ્સના એક ઓલરાઉન્ડરે સોશિયલ મીડિયા દ્વારા સંન્યાસની જાહેરાત કરી છે. ટીમની પ્રેક્ટિસ સેશન દરમિયાન આ ખેલાડીનો માંડ માંડ જીવ બચ્યો છે.

રાજસ્થાનના ઓલરાઉન્ડરનો માંડ માંડ બચ્યો જીવ, IPL વચ્ચે જ કરી સંન્યાસની જાહેરાત!

નવી દિલ્હી: આપીએલ 2022 માં ફેન્સને દરરોજ એક કરતા વધુ એક મેચ જોવા મળી રહી છે. આ સીઝનમાં આઇપીએલ ઇતિહાસની પ્રથમ ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ શાનદાર લયમાં જોવા મળી રહી છે. રાજસ્થાનની ટીમમાં આ વખતે ન્યૂઝિલેન્ડનો એક ઓલરાઉન્ડર પણ સામેલ છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ પ્લેયર તેના સોશિયલ મીડિયા પંચ માટે જાણીતો છે. આ દરમિયાન આ ખેલાડીએ રાજસ્થાન રોયલ્સની આગામી મેચ પહેલા ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પર કંઇક એવી પોસ્ટ કરી છે જે જોઈને તમામ ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

આઈપીએલ વચ્ચે કરી સંન્યાસની જાહેરાત
રાજસ્થાન રોયલ્સે મેગા ઓક્શનમાં કીવી ઓલરાઉન્ડર જિમ્મી નીશમ પર દાવ રમ્યો હતો, પરંતુ નીશમે આઇપીએલ વચ્ચે જ સંન્યાસની જાહેરાત કરી છે. નીશમે ઇન્સ્ટાગ્રામ પર પ્રેક્ટિસ સેશનનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં નીશમે રિયાન પરાગ સામે નેટ્સમાં બોલિંગ કરી હતી, તે દરમિયાન રિયાનનો એક શોટ સીધો તેના ચહેરા પાસેથી પસાર થયા છે. નીશમ આ શોટ પર ઇજાગ્રસ્ત થવાથી માંડ માંડ બચી જાય છે. નીશમને બોલથી બચવા માટે જમીન પર પટકાવું પડ્યું હતું.

નીશમે પ્રેક્ટિસ સેશન બાદ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે હું અત્યારથી જ મારા રિટાયરમેન્ટની જાહેરાત કરું છું. તેણે આ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી બે સ્લાઈડમાં મૂકી હતી. નીશમે આગળની સ્લાઈડમાં લખ્યું કે રિયાન પરાગ સામે નેટ્સમાં બોલિંગ કરવાથી સંન્યાસની જાહેરાત કરી છે. તેનો અર્થ એ છે કે તેણે આ પોસ્ટ રમૂજી અંદાજમાં કરી છે. જિમ્મી નીશમ સમય-સમય પર પોતાની ટ્વીટ અને પોસ્ટથી ફેન્સનું મનોરંજન કરતા રહ્યો છે.

— Ayush Bansal (@ayush2052) April 9, 2022

જિમ્મી નીશમનું આઇપીએલ કરિયર
જિમ્મી નીશમનું અત્યાર સુધી આઇપીએલમાં વધારે ખાસ પ્રદર્શન રહ્યું નથી. નીશમ 2014 માં પહેલી વખત આઇપીએલનો ભાગ બન્યો હતો. તેણે આઇપીએલમાં અત્યાર સુધી 12 મેચ રમી છે. જેમાં તેનું નામ 92.42 ની સ્ટ્રાઈક રેથી 61 રન નોંધાવ્યા છે અને બોલિંગમાં પણ માત્ર 8 વિકેટ જ મેળવી છે. નીશમ રાજસ્થાન રોયલ્સ પહેલા મુંબઇ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ માટે રમી ચૂક્યો છે. આઇપીએલ 2021 માં પણ નીશમને માત્ર 3 મેચ જ રમવા મળી હતી, જેમાં તેણે એક પણ રન બનાવ્યો નથી અને 5 વિકેટ લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news