IPL 2022: ગુજરાત ટાઈટન્સની સળંગ ત્રીજી જીત, કેપ્ટન હાર્દિક પંડ્યા આ ખેલાડીને માને છે અસલ હીરો
આઈપીએલ 2022ની 16મી મેચમાં ગુજરાત ટાઈટન્સે પંજાબ કિંગ્સને એક રોમાંચક મુકાબલામાં 6 વિકેટથી પછાડ્યું. આ મેચમાં જીત મેળવ્યા બાદ ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાની ખુશીનો પાર ન રહ્યો. હાર્દિકની ટીમની આ સતત ત્રીજી જીત છે. હાર્દિકે આ જીત બાદ પોતાની ટીમના હીરો એવા એક ખેલાડી વિશે વાત કરી.
Trending Photos
નવી દિલ્હી: આઈપીએલ 2022ની 16મી મેચમાં ગુજરાત ટાઈટન્સે પંજાબ કિંગ્સને એક રોમાંચક મુકાબલામાં 6 વિકેટથી પછાડ્યું. આ મેચમાં જીત મેળવ્યા બાદ ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાની ખુશીનો પાર ન રહ્યો. હાર્દિકની ટીમની આ સતત ત્રીજી જીત છે. હાર્દિકે આ જીત બાદ પોતાની ટીમના હીરો એવા એક ખેલાડી વિશે વાત કરી.
આ ખેલાડીને ગણાવ્યો અસલ હીરો
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પંજાબ કિંગ્સ વિરુદ્ધ ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં ટીમને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ઓલરાઉન્ડર હાર્દિક તેવતિયાના ખુબ વખાણ કર્યા. હાર્દિકે કહ્યું કે તેણે દબાણમાં લાંબા શોટ મારીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. ગુજરાતને છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી. આવામાં તેવતિયાએ ઓડિયન સ્મિથની ઓવરના છેલ્લા બે બોલમાં બે છગ્ગા ફટકારીને ટીમને જીત અપાવી.
પંડ્યાએ મેચ બાદ કહ્યું કે જે પ્રકારે મેચમાં ઉતાર ચડાવ આવતા હતા હું તટસ્થ બની ગયો હતો. તેવતિયાના જેટલા વખાણ કરીએ તે ઓછા છે. ક્રીઝ પર ઉતરતા જ મોટા શોટ રમવા મુશ્કેલ બનતા હોય છે ત્યારે દબાણની પરિસ્થિતિઓમાં આવું કરવું તે ઉત્કૃષ્ટ પ્રદર્શન છે. પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલે સ્મિથનો બચાવ કરતા કહ્યું કે છેલ્લી ઓવરમાં મેચ કોઈ પણ ટીમના પક્ષમાં જઈ શકે તેમ હતી.
મયંક અગ્રવાલે કહ્યું કે આ આકરી મેચ હતી પરંતુ અમે સારો પડકાર રજૂ કર્યો. અમે સારો સ્કોર કર્યો હતો. છેલ્લી ઓવરમાં મેચ કોઈ પણ ટીમના પક્ષમાં જઈ શકતી હતી. અમે સંપૂર્ણ રીતે ઓડિયનનું સમર્થન કરીએ છીએ. આ ફક્ત ક્રિકેટની એક મેચ છે. શુભમન ગિલને તેની જબરદસ્ત 96 રનની ઈનિંગ બદલ મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો.
ગુજરાતની સળંગ ત્રીજી જીત
આઈપીએલ 2022માં ગુજરાતની ટીમની આ સતત ત્રીજી જીત છે. ગુજરાત અત્યાર સુધી કોઈ પણ મેચ ન હારનારી અને સળંગ જીત મેળવનારી એકમાત્ર ટીમ છે. આ ટીમને હજુ સુધી આઈપીએલમાં કોઈ હરાવી શક્યું નથી. ગુજરાતે અગાઉ લખનઉ અને પછી દિલ્હીને હરાવ્યા હતા અને હવે પંજાબને માત આપી. હાર્દિક પંડ્યા માટે સારી કેપ્ટનશીપની શરૂઆત આનાથી સારી કઈ હોઈ શકે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે