IPL 2022 મેગા ઓક્શનમાં ભાગ લેશે આ 5 જૂના ખેલાડીઓ, પોતાના દમ પર પલટી શકે છે આખી મેચ!

IPL 2022ની સિઝન ઘણી ખાસ રહેવાની છે. આ સીઝનથી IPLમાં હવે 10 ટીમો વચ્ચે રસપ્રદ સ્પર્ધા થશે. ગયા વર્ષની 60 મેચોની સરખામણીએ આ વખતે 74 મેચનો સમાવેશ છે. IPL 2022 ખેલાડીઓની હરાજીની યાદી બહાર આવી છે.

IPL 2022 મેગા ઓક્શનમાં ભાગ લેશે આ 5 જૂના ખેલાડીઓ, પોતાના દમ પર પલટી શકે છે આખી મેચ!

નવી દિલ્લીઃ બેંગલુરુમાં 2 અને 13 ફેબ્રુઆરીએ એમ બે દિવસ હરાજી ચાલશે. ફ્રેન્ચાઈઝી દરેક ખેલાડીનું ભાવિ નક્કી કરશે. આ વખતે IPL મેગા ઓક્શનમાં 5 જૂના ખેલાડીઓ ભાગ લેશે, જેઓ મેચને ફેરવવામાં નિષ્ણાત છે. ચાલો આવા 5 જૂના ખેલાડીઓ પર એક નજર કરીએ. IPL 2022ની સિઝન ઘણી ખાસ રહેવાની છે. આ સીઝનથી IPLમાં હવે 10 ટીમો વચ્ચે રસપ્રદ સ્પર્ધા થશે. ગયા વર્ષની 60 મેચોની સરખામણીએ આ વખતે 74 મેચનો સમાવેશ છે. IPL 2022 ખેલાડીઓની હરાજીની યાદી બહાર આવી છે.
1. ઈમરાન તાહિર (42 વર્ષ 10 મહિના)-
દક્ષિણ આફ્રિકાનો લેગ સ્પિનર ઈમરાન તાહિર 42 વર્ષ અને 10 મહિનાનો છે. ઇમરાન તાહિર IPL 2022 મેગા ઓક્શનમાં ભાગ લેશે. ઈમરાન તાહિર અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સ, રાઈઝિંગ પૂણે સુપર જાયન્ટ્સ અને દિલ્હી ડેરડેવિલ્સ માટે IPL રમી ચૂક્યો છે.
2. ફિડલ એડવર્ડ્સ (40 વર્ષનો)-
વેસ્ટ ઈન્ડિઝના અનુભવી ફાસ્ટ બોલર ફિડેલ એડવર્ડ્સ પણ IPL 2022 મેગા ઓક્શનમાં ભાગ લેશે. ફિડેલ એડવર્ડ્સ 40 વર્ષના છે અને આ મહિનાની 6 તારીખે 41 વર્ષના થવા જઈ રહ્યા છે. ફિડેલ એડવર્ડ્સ અગાઉ ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ તરફથી રમી ચૂક્યા છે.
3. અમિત મિશ્રા (39 વર્ષ 2 મહિના)-
ભારતના અનુભવી લેગ સ્પિનર અને સફળ IPL બોલર અમિત મિશ્રા IPL 2022 મેગા ઓક્શનમાં ભાગ લેશે. IPLના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક અમિત મિશ્રાનો પણ જૂના ખેલાડીઓની યાદીમાં સમાવેશ થાય છે. અમિત મિશ્રા અગાઉ ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ તરફથી IPL રમી ચૂક્યા છે.
4. એસ શ્રીસંત (38 વર્ષ 11 મહિના)-
વર્ષ 2013માં સ્પોટ ફિક્સિંગમાં ફસાયા બાદ ભારતનો ઝડપી બોલર એસ શ્રીસંત હવે IPLમાં વાપસી કરવા જઈ રહ્યો છે. શ્રીસંત 6 ફેબ્રુઆરીએ 39 વર્ષનો થશે. શ્રીસંત પર લાંબા સમયથી પ્રતિબંધ છે અને તે IPLમાં કિંગ્સ ઈલેવન પંજાબ, કોચી ટસ્કર્સ કેરળ અને રાજસ્થાન રોયલ્સ તરફથી IPL રમી ચૂક્યો છે.
5. ડ્વેન બ્રાવો (38 વર્ષ 6 મહિના)-
ડ્વેન બ્રાવો IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ધોનીની કેપ્ટન્સીમાં રમતા હતા. ડ્વેન બ્રાવોને ચેન્નાઈ સુપર કિંગ્સે જાળવી રાખ્યો નથી અને આ વખતે તે IPL 2022 મેગા ઓક્શનમાં ભાગ લેશે. વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો 38 વર્ષનો થઈ ગયો છે. બ્રાવો મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત લાયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી ચૂક્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news