video viral : પોલીસને આપેલી બાતમી થઈ ગઈ લિક, બાતમીદારને ઢોર માર માર્યો

ગુજરાતમાં ગુનાખોરી વધી રહી છે. ગુજરાતમાં ક્રાઈમ રેટ વધી રહ્યો છે. જેમાં હવે લોકો ગુનો કરીને તેના વીડિયો પણ બનાવતા થઈ ગયા છે. સેલવાસના એક યુવકને તાલિબાની સજા અપાઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 
video viral : પોલીસને આપેલી બાતમી થઈ ગઈ લિક, બાતમીદારને ઢોર માર માર્યો

નિલેશ જોશી/સેલવાસા :ગુજરાતમાં ગુનાખોરી વધી રહી છે. ગુજરાતમાં ક્રાઈમ રેટ વધી રહ્યો છે. જેમાં હવે લોકો ગુનો કરીને તેના વીડિયો પણ બનાવતા થઈ ગયા છે. સેલવાસના એક યુવકને તાલિબાની સજા અપાઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

સેલવાસના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થયો છે, જે શોકિંગ છે. વીડિયોમા કેટલાક યુવકો એક યુવકને માર મારી રહ્યા છે. સાથે જ કહી રહ્યા છે કે, તે પોલીસને બાતમી કેમ આપી, કેમ ગાડી પકડાવી. ઘટનામાં માર ખાનાર યુવકે સેલવાસના એક બાર પરથી દારૂ ભરીને નીકળેલી ગાડીની બાતમી પોલીસને આપી હતી. જોકે પોલીસ કર્મીએ બાર માલિકને કહી દેતા બાતમી આપનાર યુવકને માર મારવામાં આવ્યો હતો. જેના વીડિયો વાયરલ થયા હતા. 

સેલવાડ પોલીસ આ બાબાતે ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરી છે. ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી ઓએ આ બાબતે ધ્યાન દોરી તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયામાં પર સેલવાસમાં યુવક પર થયેલા અત્યાચારની ફેસબુક પર પોસ્ટ કરનારની તપાસ શરૂ કરી છે. 

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બાર માલિકની દારૂની ગાડીની બાતમી આપનાર યુવકને બાતમી આપવાના બાબતે માર મારવામાં આવ્યો છે. જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ નથી કરતું. પણ પોલીસે વીડિયોને લઈ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news