IPL વચ્ચે માટે માઠા સમાચાર, હવે નહીં જોવા મળે આ ખેલાડીના ચોગ્ગા-છગ્ગા, મુંબઈના આ ખેલાડીની વસમી વિદાય

ક્રિકેટને દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે. પરંતુ ભારતમાં ક્રિકેટ માટે લોકો દિવાના છે. એમા પણ હાલ રમાઈ રહેલી ઈન્ડિયન પ્રિમિયર લીગની સીઝન 15 પર દુનિયાની નજર છે. પરંતુ આ વચ્ચે ક્રિકેટ પ્રેમીઓ માટે આંચકા જનક સમાચાર સામે આવ્યા છે.

IPL વચ્ચે માટે માઠા સમાચાર, હવે નહીં જોવા મળે આ ખેલાડીના ચોગ્ગા-છગ્ગા, મુંબઈના આ ખેલાડીની વસમી વિદાય

મુંબઈઃ ક્રિકેટને દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે. પરંતુ ભારતમાં ક્રિકેટ માટે લોકો દિવાના છે. એમા પણ હાલ રમાઈ રહેલી ઈન્ડિયન પ્રિમિયર લીગની સીઝન 15 પર દુનિયાની નજર છે. પરંતુ આ વચ્ચે ક્રિકેટ પ્રેમીઓ માટે આંચકા જનક સમાચાર સામે આવ્યા છે.

ક્રિકેટ પ્રેમીઓ શોકમગ્ન:
દુનિયા ભરમાં તમામ ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી IPLને લોકો સૌથી વધુ પસંદ કરે છે. દુનિયાની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ IPLમાં તમામ દેશના ખેલાડીઓ ભાગ લે છે. જેમની એક ઝલક જોવા માટે ક્રિકેટ પ્રેમીઓ ઉત્સાહિત રહેતા હોય છે. પરંતુ હાલ IPLના રોમાંચ વચ્ચે ક્રિકેટ પ્રેમીઓ માટે નિરાશા જનક સમાચાર સામે આવ્યા છે. મુંબઈના દિગ્ગજ ખેલાડિએ દુનિયાને અલવિદ કહી છે.

અલવિદા રાજેશ શર્મા:
મુંબઈનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર રાજેશ શર્માની અણદારી વિદાયે ક્રિકેટ પ્રેમીઓને શોકમગ્ન કર્યા છે..2006-07માં રણજી ટ્રોફિ જીનાર મુંબઈની ટીમનો રાજેશ શર્મા સભ્ય રહી ચૂક્યો છે. માત્ર 40 વર્ષની ઉંમરે રવિવારે હાર્ટ હુમલાથી રાજેશ શર્માનું નિધન થયું છે. મુંબઈના પૂર્વ સહયોગી ખેલાડી ભાવિન ઠક્કરે રાજેશ શર્માના મોતની પુષ્ટી કરી છે. રાજેશ શર્માએ પોતાના કરિયરમાં 7 પ્રથમ શ્રેણી મેચ રમી છે. 

સ્થાનિક ક્રિકેટમાં મેળવી નામના:
રાજેશ વર્માએ 2002-03માં ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. રાજેશ છેલ્લે 2008માં બ્રેબોર્ન સ્ટેડિયમમાં પંજાબ સામે મેચ રમ્યો હતો. રાજેશે પોતાના કરિયરમાં 7 મેચમાં 23 વિકેટ લીધી હતી. જ્યારે 11 'લિસ્ટ A' મેચમાં 20 વિકેટ ઝડપી હતી. વર્લ્ડ કપ વિજેતા દિગ્ગજ ક્રિકેટર દિલીપ વેંગસરકરની એલ્ફ એકેડમીમાં રાજેશ વર્મા ક્રિકેટ રમતા શીક્યો હતો. ત્યારે IPLના રોમાંચ વચ્ચે રાજેશ શર્માની અણધારી વિદાયથી ક્રિકેટપ્રેમીઓ શોકમાં ગરકાવ થયા છે.

યોર્કરથી જીતી લેતો હતો દિલ:
ઓછા સમયમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં રાજેશ શર્માએ પોતાની આગવી ઓળખ ઉભી કરી લીધી હતી. એમાં પણ પોતાની બોલિંગથી દર્શનો દિલ જીતવામાં માહિર હતો. રાજેશના યોર્કર ક્રિકેટપ્રેમીઓ ખુબ જ પસંદ આવતા હતા. રાજેશે એક ઈનિગમાં 97 રન આપી 5 વિકેટ લેવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરેલો છે. રાજેશ પોતાના T-20 કરિયરમાં 4 મેચ રમી 5 વિકેટ ઝડપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news