રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી થયા કોરોના સંક્રમિત, પોતાને કર્યા હોમ આઇસોલેટ

રાજ્યમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. આજે આંકડો 11 હજારને પાર થઇ ગયો છે. રાજ્યમાં કોરોના વિસ્ફોટ થઇ રહ્યો છે ત્યારે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી કોરોના સંક્રમિત થયા છે. મળતી માહિતી અનુસાર હર્ષ સંઘવીનો RTPCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી થયા કોરોના સંક્રમિત, પોતાને કર્યા હોમ આઇસોલેટ

અમદાવાદ: રાજ્યમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. આજે આંકડો 11 હજારને પાર થઇ ગયો છે. રાજ્યમાં કોરોના વિસ્ફોટ થઇ રહ્યો છે ત્યારે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી કોરોના સંક્રમિત થયા છે. મળતી માહિતી અનુસાર હર્ષ સંઘવીનો RTPCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે તેમના પરિવારના સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હર્ષ સંઘવીએ પોતાને હોમ આઇસોલેટ કર્યા છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે કોરોનાને લઇને પત્રકાર પરિષદ યોજી હતી.  કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ રાજ્ય સરકારની તડામાર તૈયારીઓ છે. કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે તડામાર તૈયારીઓ રાજ્ય સરકાર કરી રહી છે. આગામી સમયમાં જો કેસ વધશે તો પણ મુશ્કેલી ઉભી થશે નહી. આજે 248 દિવસ બાદ 11 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે તો બીજી તરફ રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા પણ કોરોના સંક્રમિત થયા છે. તેમને હળવા લક્ષણો હોવાથી હોમ આઈસોલેશનમાં છે. જેથી તેમની સાથે સંપર્કમાં રહેલા પોલીસ અધિકારીઓએ RT PCR ટેસ્ટ કરાવ્યો છે. 

પોલીસવડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત થતા IPS ટી એસ બીષ્ટને પોલીસ વડાનો વધારાનો ચાર્જ સોંપાયો છે. હાલ ટીએસ બીષ્ટ એડમિનિસ્ટ્રેશન DGP છે. તેઓ 1985 ના IPS અધિકારી છે. 

અનેક નેતા કોરોનાગ્રસ્ત
ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી છે. ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારા, વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલ, ભાજપના ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કોરોના સંક્રમિત થયા. રાજકોટમાં જસદણના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને કોરોના પોઝિટિવ આવ્યો છે. ટ્વિટ કરીને કુંવરજીભાઇ બાવળિયાએ જાણકારી આપી. ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી, જિલ્લા ભાજપના નેતા મનીષ ચાંગેલા અને હવે રાજકોટ જીલ્લાના ધારાસભ્ય પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news